સાનિયા કોર્ટ પર પરત ફરશે

નવી દિલ્હી | ભાષા| Last Modified શનિવાર, 30 જાન્યુઆરી 2010 (16:44 IST)

સગાઈ તુટ્યાં બાદ ભારતની મહિલા ટેનિસ સનસની સાનિયા મિર્ઝા કોર્ટ પર પરત ફરવાનું અભિયાન ફેબ્રુઆરીમાં યોજાનારા ફેડ કપથી શરૂ કરશે. સાનિયા મલેશિયામાં યોજાનારા માટે ભારતીય ટેનિસ ટુકડીની આગેવાની કરશે. એશિયા/ઓશિયાન ગ્રુપ-3 ના આ મુકાબલાની શરૂઆત 3 ફેબ્રુઆરીથી મલેશિયામાં થશે.

સાનિયા ઉપરાંત યુવા ખેલાડી પૂજાશ્રી વેંકટેશ, અનુભવી રશ્મી ચક્રવર્તી, સના ભાંબરી, અંકિતા રૈના અને શિવિકા બર્મન ભારતીય ટુકડીનો ભાગ છે. ટીમની સાથે કોચ એનરીકો પિપરનો અને નોન પ્લેયિંગ કપ્તાન રોહિત રાજપાલ પણ મલેશિયા ગયાં છે.

ગત વર્ષે તાઈપેથી 0-3 થી પરાજય મેળવ્યાં બાદ ભારતને ગ્રુપ-2 માં નાખી દેવામાં આવ્યું હતું. ટૂર્નામેંટ માટે ડ્રો 2 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો :