સાનિયા પર કલંક ન લગાડો : સોહરાબ

sania mirza
લંડન | ભાષા| Last Modified મંગળવાર, 2 ફેબ્રુઆરી 2010 (10:54 IST)

ND
N.D
સાનિયા મિઝા સાથેની સગાઈ તૂટી જવાના કારણે ચાલતી વિવિધ અટકળો વચ્ચે પૂર્વ મંગેતર મિર્ઝાએ કહ્યું છે કે, સાનિયાના અન્યો સાથેના સંબંધો ફક્ત ગોસિપ છે. તેમા કોઈ સચ્ચાઈ નથી. તેના પર આવુ કલંક ન લગાડવા તેણે લોકોને અપીલ કરી. આ સંબંધના સમાચારો પર પૂર્ણવિરામ મુકી દેવા મીડિયાને અપીલ કરી છે.

બ્રિટેનમાં એમબીએ કરતા સોહરાબે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું અને સાનિયા નાનપણથી નહીં છ વર્ષથી એકબીજાને જાણતા હતાં સગાઈ બાદ અમને બન્નેને સમજાઈ ગયું કે, અમારી જોડી જામશે નહીં. શોહરાબે કહ્યું એવું નથી કે, અમારી સગાઈ અચાનક તૂટી ગઈ. ઘણા સમયથી તેની આશંકા હતી. અમારા પરિવારો વચ્ચે ત્રણ પેઢી જૂનો સંબંધ છે. જે જળવાઈ રહેહ્સે.
શોહરાબે સ્પષ્ટતા કરી હતી કે, સગાઈનો નિર્ણય પણ અમે બન્નેએ સાથે મળી કર્યો હતો. શાહિદ કપૂર અને મહેશ ભૂપતિ સાથે સાનિયાના સંબંધોને તેણે ફક્ત ગોસિપ લેખાવી કહ્યું આ બધી વાતો તદ્દન ખોટી છે. એક મહિલા પર આવુ કંલક લગાડવું જોઈએ નહીં.


આ પણ વાંચો :