સાનિયા મિર્જાની સગાઈ તુટી..!

sania mirza
નવી દિલ્હી| ભાષા|

ND
N.D
ભારતીય ટેનિસ સનસની સાનિયા મિર્જાની તુટી ગઈ છે. ગ્લેમર ગર્લ સાથે તેના પિતાએ પણ તેની પુષ્ટિ કરી છે. એનડીટીવી ઈંડિયાના હવાલે આવેલા સમાચાર અનુસાર સાનિયાએ ચેનલથી વાતચીતમાં એવું માન્યું છે કે, તેની સગાઈ તુટી ગઈ છે.

ગત વર્ષ જુલાઈમાં સાનિયાએ નાનપણના મિત્ર અને હૈદરાબાદના બેકરી વ્યવસાયી સોહરાબ મિર્જા સાથે સગાઈ કરી હતી. તેના તરત બાદ તેણે કહ્યું હતું કે, તે સોહરાબ સાથે વધુમાં વધુ સમય વિતાવવા ઈચ્છે છે. સાનિયાએ કહ્યું હતું કે, લગ્ન બાદ તે ટેનિસને અલવિદા કહી દેશે. તેણે 2012 માં લગ્ન કરવાનીએ વાત કહી હતી.

સમાચારો અનુસાર સગાઈ બાદથી જ સાનિયા અને સોહરાબના સંબંધોમાં તરાડ પડી ગઈ હતી. તેની અસર સાનિયા મિર્જાની રમત પર પણ પડવા લાગી હતી. જો કે, ઓસ્ટ્રેલિયન ઓપનમાં ન માત્ર એકલ પરંતુ યુગલ મુકાબલામાં પણ સાનિયા બહાર થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સાનિયાથી ઉમરમાં એક વર્ષ મોટા સોહરાબ આદિલ મિર્જા અને નૂરા બેગમની સંતાન છે. તે બેકરીના વ્યવસાયમાં પોતાના પિતાને મદદ કરે છે.


આ પણ વાંચો :