ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (16:24 IST)

Khelo India નુ કાઉન્ટ ડાઉન શરૂ, અહી જુઓ ગેમ્સના મહાકુંભનુ શેડ્યુલ

khelo india
Khelo India 2023: ખેલો ઈંડિયા યૂથ ગેમ્સ 2023 નુ આયોજન મધ્યપ્રદેશમાં કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે થનારા આ મહાકુંભમાં કુલ 10000 ખેલાડી ભાગ લેશે.  મઘ્યપ્રદેશના આઠ શહેરોમાં કુલ 11 ફેબ્રુઆરી સુધી રમતોન આયોજન કરવામાં આવશે.  જેમા ભોપાલમાં નવ રમત, ઈન્દોરમાં છ ગ્વાલિયર નવ રમત, ઈન્દોરમાં છ, ગ્વાલિયરમા ચાર, ઉજ્જૈન અને મંડલામાં બે-બે, જબલપુરમાં ચાર અને ખરગોનમાં એક એક રમત રમાશે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ એક રમતનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જો કે આ રમતને પણ મધ્યપ્રદેશ જ હોસ્ટ કરાવશે. 
 
એવુ બતાવવામાં આવ્યુ છે કે ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં એથલિક્સના 26 ખેલાડી મધ્યપ્રદેશનુ પ્રતિનિધિત્વ કરતા ત્રણથી પાંચ ફેબ્રુઆરી સુધી પદકો માટે મુકાબલો કરશે.  7 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ડીએસવાયડબલ્યુ હોલમાં કુસ્તીની મેચો યોજાશે. ભોપાલમાં 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ બોક્સિંગનું આયોજન કરવામાં આવશે. મધ્યપ્રદેશના સાત ખેલાડીઓ શુટીંગ એકેડમીમાં 1 થી 6 ફેબ્રુઆરી દરમિયાન શુટીંગ કરશે. ભોપાલના બડે તાલાબ સ્થિત વોટર સ્પોર્ટ્સ એકેડમીમાં વોટર સ્પોર્ટ્સની બે રમતો રમાશે.

ઈન્દોરમાં ખેલો ઈંડિયાના 30 જાન્યુઆરીના રોજ ઉદ્દઘાટન સમારંભ પછી બીજા દિવસે 31 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં જ બાસ્કેટબોલનો મુકાબલો રમાહે. જે ચાર ફેબ્રુઆરી સુધી આયોજીત થશે.  ઈન્દોરના અભય પ્રશાલમાં 30 જાન્યુઆરીથી ટેબલ ટેનિસનો મુકાબલો શરૂ થશે. ઈન્દોરવાસી પાંચથી નવ ફેબ્રુઆરી સુધી કબડ્ડ્ડીના શાનદાર મુકાબલો અભય પ્રશાલમાં જોઈ શકાશે. ઈન્દોરના એમરોલ્ડ હાઈટ્સ ઈંટરનેશનલ સ્કુલમાં એકથી 10 ફેબ્રુઆરી સુધી યુવા ફુટબોલર્સ (પુરૂષ)ને શાનદાર પ્રદર્શન કરતા જોઈ શકાશે. ખેલો ઈંડિયા યૂથ ગેમ્સના ટેનિસનો મુકાબલો છ થી 10 ફેબ્રુઆરી સુધી ઈન્દોરવાસીઓનુ દિલ જીતશે. 
 
ગ્વાલિયરમાં મધ્યપ્રદેશની મેજબાનીમાં રમાનારા ખેલો ઈંડિયા યૂથ ગેમ્સ 2022માં બેંડમિંટન, હોકી, ક જિમ્નાસ્ટિક અને કલરિપાવટ્ટના મુકાબલા રમાશે.  માઘવ સેવા ન્યાસ ઉજ્જૈનમાં એકથી ત્રણ ફેબ્રુઆરી સુધી યોગાસન અને છ થી 10 ફેબ્રુઆરી સુધી મલખમ્બના 12 ખેલાડી પ્રદર્શન કરશે. જબલપુરમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં ખો-ખો, તીરંદાજી, ફેન્સિંગ સાયકલિંગ (રોડ) સ્પર્ધાઓ 30 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. 2 થી 10 ફેબ્રુઆરી સુધી, દર્શકો માંડલેમાં થનગટા અને ગટકાની રમતનો આનંદ માણી શકશે. બાલાઘાટમાં 10 દિવસ સુધી મહિલા યુવા ફૂટબોલરો રંગીન રહેશે. મહેશ્વર (ખરગોન)માં 6 અને 7 ફેબ્રુઆરીએ સહસ્ત્ર ધારામાં સલાલમ મેચો રમાશે. નવી દિલ્હીના આઈજી સ્ટેડિયમ ખાતે 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન સાયકલિંગ સ્પર્ધાઓ યોજાશે.