શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated :ટોક્યો. , ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (10:48 IST)

નીરજ ચોપડાનો ડાંસ થયો વાયરલ, દિલેર મહેંદીના ગીત પર કર્યો ભાંગડા

ઓલંપિકમાં સુવર્ણ પદક જીતીને ઈતિહાસ રચનારા ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપડા હાલના દિવસોમાં ચર્ચામા છે. જાહેરાતો, મેગેઝીન, ટીવી શો, દરેક જગ્યાએ માત્ર નીરજની જ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં નીરજે ઈન્ડિયા ટુડે મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. હવે તે ડાન્સ રિયાલિટી શોમાં પણ જોવા મળશે

 
તાજેતરમા&  રિયાલિટી શોમાં નીરજના ડાન્સનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ નીરજના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હવે નીરજ રિયાલિટી શોના હોસ્ટ રાઘવ જુયાલ સાથે ડાન્સ કરતો જોવા મળશે. સ્ટેજ પર નીરજે રાઘવને ગોલ્ડ મેડલ વિજેતા ડાન્સથી લઈને પાર્ટી ડાન્સ, બ્રોમાન્સ ડાન્સ અને વેડિંગના સ્ટેપ્સ શીખવાડ્યા.