શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (10:05 IST)

નેશનલ ખો-ખો કોચિંગ કેમ્પ દરમિયાન ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી

દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે નેશનલ ખો-ખો કોચિંગ કેમ્પ દરમિયાન ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી થઇ હતી. જેમાંથી ત્રણ ખેલાડીઓ તાપી જિલ્લાના ખેલાડીઓ છે. જેમાં ભાટ ગોવિંદ, બરડે રૂતિષ અને વેગડ વિજયની પસંદગી થઇ હતી. તાજેતરમાં મધ્યપ્રદેશના જબલપુર ખાતે યોજાયેલા ૫૪મી સિનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ ૨૦૨૧માં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
 
આ નેશનલ કોચીંગ કેમ્પ આવનાર દિવસોમાં યોજાનાર અલ્ટીમેટ ખોખો અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારી હેતુથી યોજાઇ રહ્યો છે જેથી આવનાર સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના ખેલાડીઓ આમાં સારું પ્રદર્શન કરી ગુજરાતનું અને તાપી જિલ્લાનું નામ રોશન કરવા બદલ એમના કોચ શ્રી સુનિલ મિસ્ત્રીને ર.ફ દાબૂ કેળવણી મંડળ, સર્વોદય યુવક મંડળ, તાપી જિલ્લા ખોખો એસોસિએશનઅને જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર, અને જિલ્લા પ્રસાશન તાપી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.