શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (17:20 IST)

બેડમિન્ટન ટીમમાં સૌથી નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી

મહેસાણાની તસનીમ મીર બુધવારે અંડર19 ગર્લ્સમાં વર્લ્ડ નંબર 1 બની છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. મહેસાણાની 16 વર્ષીય તસનીમ મીર અંડર 19 વર્લ્ડ નંબર-1 બનનારી ભારતીય પ્રથમ બેડમિન્ટન ખેલાડી બની છે. ત્યારે તસનીમ મીરના પરિવાર સાથે દિવ્ય ભાસ્કરની ટીમે ખાસ વાતચીત કરી હતી. તસનીમ મીર જુનિયર ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી હતી, જેમાંથી 2021માં ત્રણમાં મળેલી જીતને કારણે તે આ સ્થાન સુધી પહોંચી છે. ઊંચી સિદ્ધિ હાંસલ કરતાં હાલમાં તસનીમના પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. પિતાએ જણાવ્યું હતું કે ખર્ચ વધવાને કારણે એક સમયે તેમણે તસનીમને આ રમત છોડાવી દેવાનું વિચાર્યું હતું.
 
બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી
નેશનલ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 6 વખત ચેમ્પિયન રહેલી મહેસાણાની 16 વર્ષીય ખેલાડી તસનીમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરાઈ છે. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી ખેલાડી છે.
 
પિતાએ જાતે ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું
તસનીમ મીરના પિતાએ ભાસ્કરને જણાવ્યું હતું કે હું જ્યારે મહેસાણાના વણીકર કલબમાં બેડમિન્ટન રમવા જતો, ત્યારે તસનીમને પણ જોડે લઇ જતો. એ દરમિયાન તસનીમને બેડમિન્ટન રમતા જોઈ મને થયું કે તેનામાં રમવા માટેનું એક ટેલન્ટ છે, જેથી મેં પોતે જ તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. હું પોતે ક્વોલિફાઈડ કોચ છું. તસનીમને 3 વર્ષ માટે હૈદરાબાદ ગોપીચંદના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવી હતી. બાદમાં તેણે આસામમાં પણ બે વર્ષ માટે ટ્રેનિંગ લીધી હતી
 
'લૂપ લેપેટા' એ જર્મન ફિલ્મ નિર્માતા ટોમ  ટાઈક્વેરની 1998ની ક્લાસિક 'રન લોલા રન'ની હિન્દી રિમેક છે. ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, જેમાં એક પ્રેમિકા તેના પ્રેમીને બચાવવા માટે મિશન પર જાય છે અને તે દરમિયાન તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તાપસી પન્નુ સાવીના રોલમાં જોવા મળશે જ્યારે તાહિર રાજ સત્યાના પાત્રમાં ફિલ્મમાં જોવા મળશે.