શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : બુધવાર, 22 ડિસેમ્બર 2021 (17:42 IST)

ટીમ ઈંડિયા સામે પાકિસ્તાન પસ્ત, એશિયન ચેમ્પિયંસ ટ્રોફીમાં પાકિસ્તાનને 4-3થી આપી માત, જીત્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-3થી હરાવ્યું હતું. આ મેચમાં વિજય સાથે, ભારતીય ટીમે ન માત્ર બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો પરંતુ આ ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાને પણ રહી. તે જ સમયે, PAK ટીમ ચોથા સ્થાને રહી.
 
બરાબરી પર સમાપ્ત થયો પહેલો હાફ 
 
મેચમાં પહેલા જ હાફથી બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. મેચના ત્રીજા જ મિનિટમાં ભારતીય ટીમે શાનદાર રમત બતાવતા પહેલો ગોલ બનાવ્યો. આ ગોલ હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નટ પર કર્યો અને ટીમ ઈંડિયાને 1-0થી બઢત અપાવી 

 
પાકિસ્તાને પણ હાર નહોતી માની અને કમાલનુ કમબેક કરતા ગોલ કરીને સ્કોરને 1-1 ની બરાબરી પર લાવીને ઉભુ કર્યુ. આ ગોલ અફરાજે કાઉંટર અટેક પર કર્યો. બીજા હાફમાં બંને ટીમોએ ખૂબ જોર લગાવ્યુ,  પણ આ ક્વાર્ટરમાં એક પણ ગોલ ન બની શક્યા. 
 
ત્રીજા ક્વાર્ટરમાં પણ તે જ રહ્યું
મેચના ત્રીજા હાફમાં પાકિસ્તાને ઝડપી હુમલો કર્યો હતો. પાકિસ્તાન માટે અબ્દુલ રાણાએ ખૂબ જ સરળતાથી બીજો ગોલ કર્યો અને ટીમને 2-1ની સરસાઈ અપાવી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા, ભારતે મેચમાં જબરદસ્ત પુનરાગમન કર્યું, સુમિતે સમય પૂરો થાય તે પહેલા ગોલ કરીને ભારતને મેચમાં વાપસી અપાવી. હવે સ્કોર 3-3ની બરાબરી પર હતો.
 
અંતિમ ક્વાર્ટરમાં હાર્યુ  PAK
 
મેચના છેલ્લા હાફમાં ભારતીય ટીમે પાકિસ્તાનનો એક રન પણ થવા દીધો ન હતો. મેચ પુરી થવાના થોડા સમય પહેલા ભારતે ત્રીજો ગોલ કર્યો હતો. આ ગોલ વરુણ કુમારે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવીને કર્યો હતો. અક્ષયદીપ સિંહે ભારત માટે ચોથો ગોલ કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી.
 
ભારત સેમીફાઈનલમાં જાપાન સામે હારી ગયું હતું
મંગળવારે ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાએ પાકિસ્તાન સામે ખૂબ જ રોમાંચક મેચમાં 6-5થી હરાવ્યું હતું, જ્યારે ટીમ ઇન્ડિયાને જાપાન સામે 5-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.