U-20 World Athletics : ભારતની શૈલી સિંહે લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો, થોડાક માર્જિનથી ગોલ્ડ ચૂકી
ભારતીય મહિલા લાંબી કૂદ ખેલાડી શેલી સિંહ(Shaili Singh) રવિવારે અંડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (U-20 World Athletics Championship)ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ જમ્પ 6.59 મીટર હતો. પ્રથમ પ્રયાસમાં શેલીએ 6.34 મીટરનું અંતર કાપ્યું. બીજા પ્રયાસમાં પણ તેણે સમાન અંતર કૂદી.ત્રીજા પ્રયાસમાં તેણે સુધારો કર્યો અને 6.59 મીટરનું અંતર કાપ્યું. આ સાથે તે પ્રથમ સ્થાને આવી હતી, પરંતુ માજા અક્સાગે 6.60 મીટરના જમ્પ સાથે તેની બઢત છીનવી લીધી. અંતિમ પ્રયાસમાં શૈલી સિંહે 6.36 મીટરની છલાંગ લગાવી અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. આ ચેમ્પિયનશિપની વર્તમાન સિઝનમાં ભારતનો આ ત્રીજો પદક છે જ્યારે ઓવરઓલ આ સાતમો મેડલ છે.