સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (09:46 IST)

CWG 2022, DAY 7 LIVE UPDATES: તેજસ્વિન શંકરે રચ્યો ઇતિહાસ , મહિલા ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં પહોંચી, વાંચો અપડેટ્સ

બર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. 28 જુલાઈથી શરૂ થયા બાદ આ ગેમ્સની અડધી યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. ભારત પણ આ દિશામાં કદમથી આગળ વધી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ પ્રથમ છ દિવસમાં ભારતના ખાતામાં 18 મેડલ જમા કરાવ્યા છે. જેમાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ 10 મેડલ જીત્યા છે, જ્યારે જુડોમાં ત્રણ મેડલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લૉન બોલ, સ્ક્વોશ અને એથ્લેટિક્સમાં એક-એક મેડલ આવ્યા છે. જોકે, પ્રવાસ હજુ આવવાનો બાકી છે અને ભારતના ઘણા મોટા ઈવેન્ટ્સ અને ખેલાડીઓ પદાર્પણ કરવા માટે રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાશે. દુનિયાભરમાંથી લગભગ 72 દેશો તેમાં ભાગ લઈ રહ્યા છે. ભારતમાંથી 213 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે.
 
DAY 6 HIGHLIGHTS:  
 
વેઈટલિફ્ટિં : ભારતીય વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે 109 કિગ્રા અને ગુરદીપ સિંહે 109+ કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે ભારત પાસે હવે વેઈટલિફ્ટિંગમાં 10 મેડલ થઈ ગયા છે, જે અગાઉની કોમનવેલ્થ ગેમ્સ કરતાં વધુ છે.
 
એથ્લેટિક્સ: રાષ્ટ્રીય રેકોર્ડ ધારક તેજસ્વિન શંકર, જેઓ છેલ્લી વખત કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ટુકડીમાં સામેલ થયા હતા, તેણે એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ જીતાડ્યો હતો. તેણે હાઈ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં આ રમતમાં ભારતનો આ પહેલો મેડલ છે.
 
સ્ક્વોશ: સૌરવ ઘોસાલે સ્ક્વોશમાં મેન્સ સિંગલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ક્વોશની સિંગલ્સ ઈવેન્ટમાં ભારતને મેડલ અપાવવા માટે 2018ના સુવર્ણ ચંદ્રક વિજેતા જેમ્સ વિલ્સ્ટ્રોપને હરાવી.
 
જુડો: તુલિકા માન જુડોમાં સુવર્ણ જીતવાનું ચૂકી ગઈ હતી પરંતુ તેણે 78+ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે આ રમતમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.
 
બોક્સિંગ: જ્યારે ભારત બોક્સિંગમાં લોવલિના અને આશિષ  ની હારથી નિરાશા મળી, તો બીજી બાજુ તેના ત્રણ ખેલાડીઓએ મેડલ પાક્કો કર્યો. નીતુ, હસામુદ્દીન અને વર્લ્ડ ચેમ્પિયન નિખાત ઝરીને પોતપોતાની કેટેગરી જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું.
 
હોકી: ભારતીય મહિલા ટીમે રોમાંચક મુકાબલામાં કેનેડાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ સાથે જ મેન્સ ટીમ કેનેડાને 8-0થી હરાવીને ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે.
 
મહિલા ક્રિકેટ T20: ભારતીય મહિલા ટીમે ગ્રુપ Aની મેચમાં બાર્બાડોસને 100 રનના વિશાળ માર્જિનથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં દરેક ક્ષેત્રમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું અને બાર્બાડોસ પર પ્રભુત્વ જમાવ્યું.