સંબંધિત સમાચાર
- અચિંત શેઉલીએ કોમનવેલ્થ ગેમ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો, ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો
- Commonwealth Games 2022: સંકેત સરગરે ભારત માટે ખોલ્યું મેડલનું ખાતું, 55 કિગ્રા વર્ગમાં સિલ્વર જીત્યો
- ભારતને મળ્યો બીજો ગોલ્ડ, મીરાબાઈ ચાનૂ બાદ જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ
- મીરાબાઈ ચાનુએ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
- CWG 2022 Day 2 : મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, વેટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન
Commonwealth Games 2022: જુડો ખેલાડી સુશીલા દેવીએ સિલ્વર અને વિજય કુમારે જીત્યો બ્રોન્ઝ, ભારતના નામે 8 મેડલ
Commonwealth Games 2022: સોમવાર, 1 ઓગસ્ટની રાત્રે ભારતને એક પછી એક બે મેડલ મળ્યા અને દેશને જુડો તરફથી આ સારા સમાચાર મળ્યા. ભારતની મહિલા જુડો ખેલાડીએ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેનો બીજો મેડલ હતો. જુડો સ્પર્ધાની 48 કિગ્રા વર્ગની ફાઇનલમાં તેણીને દક્ષિણ આફ્રિકાની મિશેલા વ્હિટબોઇએ હાર આપી હતી અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. બીજી તરફ અન્ય પુરૂષ જુડો ખેલાડી વિજય કુમારે 60 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
SHUSHILA BAGS SILVER
