મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 30 જુલાઈ 2022 (16:19 IST)

Commonwealth Games 2022: સંકેત સરગરે ભારત માટે ખોલ્યું મેડલનું ખાતું, 55 કિગ્રા વર્ગમાં સિલ્વર જીત્યો

Sanket Sargar wins silver medal:  બર્મિંગહામ: ભારતે શનિવારે બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં તેનો પહેલો મેડલ જીત્યો હતો. વેઇટલિફ્ટર સંકેત સરગરે પુરુષોની 55 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. લિફ્ટર સંકેત મહાદેવ સરગરે 55 કિગ્રા કેટેગરીમાં પોતાનો પડકાર શાનદાર રીતે રજૂ કર્યો હતો.  મેડલ મેચમાં, સાંગલીમાં જન્મેલા વેઈટલિફ્ટરે 107 કિલો વજન ઉપાડ્યું, જે તેના સૌથી મુશ્કેલ હરીફ મલેશિયાના અનિક કાસદાનની બરાબર હતું.