સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : રવિવાર, 17 જુલાઈ 2022 (12:20 IST)

ચાર મહિના પછી, પીવી સિંધુએ ટુર્નામેન્ટની ફાઇનલમાં: સિંગાપોર ઓપનની સેમિફાઇનલમાં જાપાનની સિના કાવાકામીને હરાવી

pv sindhu
બેડમિન્ટનમાં ભારતને ડબલ ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર પીવી સિંધુએ સિંગાપોર ઓપન સુપર 500 સિરીઝ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે સેમિફાઇનલમાં જાપાનની સિના કાવાકામીને 21-15, 21-7થી હાર આપી હતી. આ પહેલા તેણે ક્વાર્ટર ફાઈનલમાં ચીનના ખેલાડી હાન યુવેઈને 17-21, 21-11, 21-19થી હરાવ્યો હતો.
 
સિંધુ ફાઇનલમાં અહોરી અથવા જી યી વાંગનો સામનો કરી શકે છે
ફાઇનલમાં સિંધુનો મુકાબલો જાપાનની આયા ઓહોરી અથવા ચીનની જી યી વાંગ સામે થશે. જાપાનની આયા ઓહોરીએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય સ્ટાર સાઇના નેહવાલને હરાવી હતી.