બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (18:39 IST)

ટેનિસ ખેલાડી લેલાહ ફર્નાંડિઝ US ઓપનની સેમીફાઇનલમાં

કેનેડાની 18 વર્ષની ટેનિસ ખેલાડી લેલાહ ફર્નાંડિઝ US ઓપનની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે અમેરિકા ઓપનમાં પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું છે. લેલાહે પાંચમા નંબરની સ્વિતોલિનાને 6-3, 3-6, 7-6થી હરાવી હતી. આ જીતની સાથે જ તે એક સ્ટેપ આગળ આવી છે.
 કેનેડિયન ખેલાડી લેલાહ સ્વિતોલિના સામે પ્રેશરમાં હોવા છતાં ત્રીજા રાઉન્ડના ટાઇ બ્રેકમાં 7-5થી જીત મેળવીને અંતિમ ચારમાં પ્રવેશ કરી લીધો હતો. અત્યારસુધીની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ સ્વિતોલિના 73 રેન્કની લેલાહ સામે ઘુંટણીયે પડી ગઈ હતી.
 
મહિલાઓની બીજી સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર-2 આર્યના સબાલેંકાએ બારાબોરા ક્રેઝિકોવાને 6-1, 6-4થી હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે સેમીફાઇનલમાં તેની ટક્કર લેલાહ ફર્નાંડિઝ સાથે થશે