બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (18:28 IST)

IOA અધ્યક્ષનુ મોટુ નિવેદન, CWG-2022 માં ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમના રમવાની શક્યતા ઓછી, જાણો શુ કારણ

ભારતની પુરૂષ અને મહિલા હોકી ટીમોએ તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક-2020માં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. પુરૂષ ટીમે કાંસ્ય પદક જીતીને ચાર દસકથી ચાલી રહેલ પદકના દુકાળને ખતમ કર્યો તો બીજી બાજુ મહિલા ટીમે પહેલીવાર સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ. જો કે મહિલા ટીમ પદક નહોતી જીતી શકી, પણ પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. હવે બંને ટીમો અઅગામી ઓલિમ્પિકમાં પોતાના પ્રદર્શનમાં સુધાર કરવા માંગે છે અને આ કારણે તેઓ એક મોટી ટૂર્નામેન્ટમાંથી હટી શકે છે. ભારતીય ઓલિમ્પિક સંઘ  (IOA)ના અધ્યક્ષ નરિંદર બત્રાએ શુક્રવારે કહ્યુ કે ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમોના બર્મિઘમમાં આગામી વરષે રમાનારા રાષ્ટ્રમંડળ રમત 
 (Commonwealth Games) માં ભાગ લેવાની શક્યતા ખૂબ ઓછી છે કારણ કે તેઓ એશિયાઈ રમત દરમિયાન પોતાના ટોપ ફોર્મમાં રહેવા માંગશે જે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વાલીફાયર ટૂર્નામેન્ટ છે. 
 
બત્રાએ કહ્યું કે તેમણે શુક્રવારે અહીં એક ઔપચારિક બેઠક દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) ના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાનને આ વાત જણાવી છે. (FIH)ના પ્રમુખ અને હોકી ઈંડિયા (HI) ના પૂર્વ અધ્યક્ષ બત્રાએ કહ્યુ કે ભારતી હોકી ટીમની પ્રાથમિકતા એશિયાઈ રમતમાં પોતાના શિખર (લય અને ફિટનેસ) પર પહોંચવઆનો છે, જે રાષ્ટ્રમંડળ રમતના ઠીક 35 દિવસ પછી શરૂ થશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન  28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન છે, જ્યારે એશિયન ગેમ્સની મેજબાની ચીનના હાંગ્જો 10 થી 15 સપ્ટેમ્બર સુધી કરશે. 

હોકી ઇન્ડિયા સાથે ચર્ચા 
 
હોકી ઇન્ડિયાના પ્રભુત્વ ધરાવતા બત્રાએ અહીં રજુ એક નિવેદનમાં જણાવ્યું હતું. "હોકી ઇન્ડિયા સાથેની મારી પ્રાથમિક ચર્ચાઓના આધારે, હવે આ વાતની શકયતા ખૂબ ઓછી છે કે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો કોમનવેલ્થ ગેમ્સ-2022 માં ભાગ લે."  હોકી ઇન્ડિયા એ નહી ઈચ્છે કે તેમના ખેલાડીઓ એશિયન ગેમ્સ 2022ના 35 દિવસ પહેલા તેમની રમતની ટોચ પર પહોંચે. તેમની કોશિશ રહેશે કે એશિયન ગેમ્સના સમયે ખેલાડીઓની લય અને ફિટનેસ ટોચ પર રહે.
 
તેમણે કહ્યુ કે "2022 કોમનવેલ્થ ગેમ્સ ચીનમાં એશિયન ગેમ્સના બરાબર 35 દિવસ પહેલા છે અને હોકીમાં એશિયન ગેમ્સનો વિજેતા સીધો 2024 પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થશે. ગોલ્ડ મેડલ જીતવો  પુરૂષ અને મહિલા બંને હોકી ટીમો માટે એશિયન ગેમ્સમાં મહત્વપૂર્ણ છે.