બુધવાર, 1 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 ઑગસ્ટ 2021 (17:41 IST)

Tokyo Paralympics- સુમિત અંતિલએ પણ જેવલિન થ્રોમા અપાવ્યુ મેડલ પેરાલંપિકમાં 7મો ગોલ્ડ

sumit avantil
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય એથલીટનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. સુમિત એન્ટિલે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. F64 વર્ગમાં સુમિતે ગોલ્ડ મેડલ જીત્યો. માર્ગ અકસ્માતમાં પગ ગુમાવનાર સુમિતે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતવા માટે એક પછી એક બે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા હતા.
સુમિતે ગોલ્ડ જીતવાની સાથે ભારતની ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં સાત મેડલ મેળવ્યા છે, જે આ ગેમ્સના ઇતિહાસમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. વહેલી સવારે સ્ટાર ખેલાડી અને બે વખત ગોલ્ડ મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર જીત્યો હતો.