શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (17:06 IST)

ફ્લેટની લડાઈ, ગેંગ સાથે કનેક્શન અને યુવતીનુ સીક્રેટ.. કેવી રીતે વિવાદોમાં ઘેરાયા સુશીલ કુમાર

રેસલિંગના ક્ષેત્રમાં દેશનુ નામ રોશન કરનારા સુશીલ કુમાર હાલ મર્ડરના એક આરોપમાં જેલના સળિયા પાછળ પહોચી  ગયા છે. લાંબી ભાગદોડ પછી દિલ્હી પોલીસે છેવટે તેમની ધરપકડ કરી લીધી છે. હવે તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જે સુશીલ કુમારે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનુ નમા રોશન કર્યુ, છેવટે એ કેવી રીતે વિવાદોમાં ઘેરાયા.. ચાલો જોઈએ એક નજરમા.. 
 
રેસલર સુશીલ કુમારની જીંદગીમાં બધુ ઠીક ચાલી રહ્ય  હતુ.  પણ 4 મે 2021ના રોજ બધુ જ બદલાય ગયુ.  પોલીસ મુજબ આ દિવસે સુશીલ કુમારે પોતાના કેટલાક સાથીઓ સાથે મોડલ ટાઉનના M બ્લોક વિસ્તારમાં રહેલા એક ફ્લેટમાં પહોચા અને તેના સાથીઓએ ફ્લેટમાં રહેનારા સાગર ઘનખડ નામના એક યુવકને તેના 3 મિત્રો સહિત કિડનેપ કરી લીધો. 
 
સાગર પોતે સુશીલ કુમારનો ફૈન અને કુશ્તીનો નેશનલ જૂનિયર ચેમ્પિયન હતો. સુશીલ કુમાર ગન પોઈંટ પર પોતાના મિત્રો સાથે તેને લઈને ચાલી નીકળ્યા.   સુશીલ અને તએના સાથી સાગરને કિડનેપ કરઈ પોતાની સાથે દિલ્હીના મૉડલ ટાઉન વિસ્તારમાં આવેલા છત્રસાલ સ્ટેડિયમમાં લઈ ગયા. 
 
વર્તમાન સમયમાં સુશીલ કુમાર, સાગર ઘનખડ પર ફ્લેટ પર કબજો જમાવી લેવાને કારણે ખૂબ નારાજ હતા અને આ ગુસ્સામાં તેમણે તેના સાથીઓને કિડનેપ કરી એટલો ખરાબ રીત માર માર્યો કે સાગર અને તેના મિત્રોને દાખલ કરવા પડ્યા.  સાગરના બાકીના મિત્રોનો તો જીવ બચી ગયો પણ બદનસીબે આ મારામારીમાં સાગર ઘનખડને એટલુ વાગ્યુ કે તેનો જીવ જ જતો રહ્યો. 
 
ફ્લેટ માટે હતી લડાઈ 
 
સુશીલ કુમાર અને સાગર ઘનખડ વચ્ચે રૂપિયાની લેવડ દેવડનો એક મામૂલી વિવાદ હતો., એક સમયે સુશીલને ફૈન માનનારા સાગર અત્યારથી પહેલા સુધી જે ફ્લેટમાં ભાડાથી રહ્યો એ ફ્લેટ સુશીલ કુમારની પત્નીનો હતો.  સાગરે 2 મહિનાનુ ભાડુ આપ્યા વગર જ ફ્લેટ છોડી દીધો. લાંબા સમય સુધી સાગરે એ પૈસા ન આપ્યા, તો તેનુ કિડનેપ કરીને તેને માર મારવામાં આવ્યો. 
 
ગૈગસ્ટરોનો સઆથ 
 
આ મારપીટનો મામલો ત્યારે સંગીન થઈ ગયો જ્યારે સુશીલ કુમારના મિત્રોએ સાગર અને બાકી યુવકોને ડરાવવા માટે ફાયરિંગ શરૂ કરઈ.  હકીકતમાં સુશીલ કુમાર સાથે એ રાત્રે સીધા સાદા ખેલાડીઓ સાથે બે નામચીન બદમાશ લેરિંસ અને કાલા જઠેડી ગેંગના ગુંડા પણ હતા અને તેમની હાજરીને કારણે પરિસ્થિતિ સતત બગડતી ગઈ.  એક યુવકે જેમ તેમ કરીને ત્યાથી નાસીને પોલીસને ફોન કરી દીધો અને ઉતાવળમાં મોડલ ટાઉન પોલીસ મકની પોલીસ પણ આવી પહોચી. પોલીસ આવવાના સમાચાર સ્ટેડિયમના ગાર્ડ્સે પહેલા જ સુશીલ કુમારને આપી દીધા હતા અને સુશીલ કુમાર પોતાના મિત્રો સાથે ત્યાથી ફરાર થઈ ગયા 
 
પોલીસ હોસ્પિટલમાં દાખલ સાગર ઘનખડનુ નિવેદન લેવા માંગતી હતી પણ તેની કંડીશન એ હતી કે તે નિવેદન આપી શકે તેમ નહોતો અને બે દિવસ પછી તેનુ મોત થઈ ગયુ.  પોલીસની નજરમાં મામલો મામૂલી નહી પણ એક ઓલંપિયનના ચેમ્પિયનના ખૂની બનવાનો હતો. કારણ કે પોલીસ તપાસમા સાગરનુ કિડ નેપ કરવાથી લઈને તેની હત્યા સુધીમાં સુશીલ કુમારનો હાથ હતો 
 
સુશીલ કુમાર ત્યારબાદ ફરાર રહ્યા. પોલીસે જુદા જુદા સ્થાન પર તપાસ કરી, પણ મામલો ત્યારે મોટા ટ્વિસ્ટ પર આવ્યો જ્યારે ઘટનાના 14 દિવસ પછી સુશીલ કુમારે રોહિણી કોર્ટમાં અગ્રિમ જામીનની અરજી કરી સુશીલ કુમાર તરફહી કોર્ટમાં અનેક તર્ક આપવામાં આવ્યા.  હવે સુશીલ કુમાર 6 દિવસની પોલીસ કસ્ટડી રિમાંડ પર છે.  આ મામલો ક્રાઈમ બ્રાંચને સોપ્યો છે. 
 
યુવતીનુ સીક્રેટ 
 
સુશીલ કુમારને જ્યારે દિલ્હી પોલીસે ઘરપકડ કરી ત્યારે સુશીલ કુમાર સ્કુટી પર હતા. આ સ્કુટી એક રમત સાથે જોડાયેલ યુવતીની હતી. આ યુવતી સાથે સુશીલ કુમારનુ શુ છે કનેક્શન હવે એક પછી એક બધા રહસ્યો ખુલશે