શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (18:45 IST)

હળવા-મળવા પર રોક, એકબીજા સાથે હાથ મિલાવવા અને ગળે મળવા પર પણ રોક, પણ છતા ટોકિયો ઓલંપિક્સમા 150000 કંડોમ વહેચાશે

હળવા મળવા પર રોક રહેશે. એક બીજા સાથે હાથ મિલાવવા અને ગળે ભેટવા પર પણ રોક રહેશે. પણ આ બધા વચ્ચે ટોકિયો ઓલંપિક્સમાં 150000 કંડોમ્સ વહેંચાશે.  japantoday.com ની રિપોર્ટ મુજબ, મંગળવારે વાયરલ રૂલ બુક રજુ કરવામાં આવી જેમા આ વાતની માહિતી આપવામાં આવી છે. ટોકિયો ઓલંપિક 23 જુલાઈથી શરૂ થવાની છે. 
 
ટોકિયો ઓલંપિક માટે રજુ કરવામાં આવેલ 33 પાનની વાયરસ રૂલ બુકમાં કહેવામાં આવ્યુ છે કે નિયમ તોડ નારા એથલીટ્સ પર કાર્યવાહી કરવામાં આવશે. અને તેમને રમતમાંથી બહાર કરવામાં આવશે. દર  ચાર દિવસે એથલીટ્સની કોરોના તપાસ કરવામાં આવશે અને પોઝીટીવ આવતા રમત રોકવામાં આવશે. 
 
જો કે વર્તમાન રૂલ બુકની સમીક્ષા એપ્રિલ અને જૂનમાં કરાશે અને જરૂર પડતા નિયમ બદલવામાં પણ આવશે. રૂલ બુકમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે જાપાન આવનારા એથલીટ્સને 72 કલાકની અંદર કોરોના રિપોર્ટ આપવી પડશે.  સાથે જ જાપન આવ્યા  પછી તરત જ ફરીથી કોરોના તપાસ કરાશે.  એથલીટસ માટે ક્વારનટીનનો નિયમ નહી રહે. 
 
એથલીટ્સના જિમ, ટુરીસ્ટ પ્લેસ દુકાન રેસ્ટ્રોરેંટ કે બાર જવા પર રોક રહેશે. એથલીટ્સ ફક્ત સત્તાવાર ગેમ વેન્યુ અને નક્કી કરેલા સ્થળ પર જઈ શકશે.  એથલીટ્સને માસ્ક પણ પહેરવો પડશે.  આયોજકોએ એથલીટ્સ માટે કોરોના ટીકાકરણને અનિવાર્ય કર્યુ નથી. 
 
આયોજકોએ કહ્યુ છે કે કોરોના ખતરાને ઓછો કરવા માટે જાપાનમાં એથલીટ્સનો સમય ઓછામાં ઓછો રખાશે. જો એથલીટ ઓલંપિક વિલેજમાં રહેશે તેને બિનજરૂરી ફિઝિકલ કૉન્ટ્રૈક્ટ નહી કરવો પડે.  AFP ની રિપોર્ટ મુજબ આયોજકોએ આ વાતની ચોખવટ કરી છે કે દોઢ લાખ ફ્રી કંડોમ્સ વહેચાશે, પણ એથલીટ્સને અપીલ કરવામાં આવશે કે જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી તેઓ ઓછામાં ઓછા લોકોને મળે.