મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 21 નવેમ્બર 2018 (12:01 IST)

દીપિકા-રણવીરની વેડિંગ ALBUM જોઈને બોલી આ અભિનેત્રી - અમારા પણ લગ્ન કરાવી દો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની વેડિંગ ફોટોઝે ગઈકાલે સાંજથી જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.

ફેંસ તો આ ફોટોઝ જોઈને ઘેલા જ થએ ગય અને ફક્ત સેલેબ્સ જ કેમ. બોલીવુડ સેલેબ્સ પણ દીપિકા-રણવીરની આ ફોટોઝ જોઈને ક્રેજી થઈ ગયા અને ખુદ પણ લગ્ન માટે ઈંસ્પાયર થઈ ગયા છે

. જી.. હા દીપિકા-રણવીરની આ રોમાંટિક લગ્ન બોલીવુડ એકટ્રેસેસથી લઈને ડાયરેક્ટર સુધીને લગ્ન  વિશે વિચારવા માટે મજબૂર કરી દીધા છે. આ લિસ્ટમાં કરણ જોહર સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશીનુ નામ સામેલ છે. 
સેલેબ્સે કર્યા આવા કમેંટ 
સોનાક્ષી સિન્હાએ લખ્યુ - હાય... નજર ન લગે બાબા ઔર બેબી કો.. બસ અબ મેરી ભી કરવા દો 
બીજી બાજુ કરણ જોહરે લખ્યુ - ઉફ્ફ .. મે ભી શાદી કરના ચાહતા હૂ.. 
હુમા કુરૈશી - માશા અલ્લાહ.. તુમ દોનો મુઝે અભી શાદી કે લિયે મજબૂર કર રહે હો.. 
 
તમને યાદ અપાવી દઈકે સોનાક્ષી અને રણવીર એકબીજાના ખૂબ નિકટના મિત્ર છે. બંને વર્ષ 2013માં રજુ થયેલી ફિલ્મ લૂટેરામાં સાથે કામ કરી ચુક્યા છે. આ ઉપરાંત કરણ જોહર પણ બંને સેલેબ્સના નિકટના રિલેશન ધરાવે છે. 
સોનાક્ષી લગ્ન માટે તૈયાર - ઘણા દિવસોથી એવુ સાંભળવા મળતુ આવ્યુ છે કે બીજી અભિનેત્રીઓએન લગ્ન કરતા જોઈ સોનાક્ષી પણ પોતે ઈંસ્પાયર થઈ ગઈ છે અને જલ્દી લગ્ન કરશે. જો કે હજુ સુધી આ સમાચાર કંફર્મ નથી. પણ લાગે છે કે મેરિડ અભિનેત્રીઓની લિસ્ટમાં જલ્દી જ નવુ નામ સામેલ થશે.  જો કે દીપિકા પછી પ્રિયંકા ચોપડા પણ જલ્દી જ બોયફ્રેંડ નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. 

 
ઉલ્લેખનીય છે કે લગ્ન પછી રણવીર-દીપિકા બેંગલુરૂ અને મુંબઈમાં બે રિસેપ્શન આપવા જઈ રહ્ય અછે.

લેક કોમોમાં લગ્ન પછી દીપિકા બેંગલુરૂમાં 21 નવેમ્બરના રોજ અને રણવીર મુંબઈમાં 28 નવેમ્બરના રોજ
રિસેપ્શન પાર્ટી આપી રહ્યા છે. 



બેંગલુરૂના લીલા પેલેસ અને મુંબઈના ગ્રૈડ હયાત હોટલને આ રિસેપ્શન માટે બુક કરવામાં આવ્યુ છે.