મંગળવાર, 26 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 28 જુલાઈ 2018 (17:46 IST)

Alpsની હસીન વાદીઓમાં થશે બોલીવુડના સૌથી મોંઘા લગ્ન, દીપિકા-રણવીર અહી લેશે સાત ફેરા

ઈટલી
સોનમ આહુજા અને અનુષ્કા-વિરાટ પછી ફેંસને જો કોઈના લગ્નની આતુરતા હોય તો તે છે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના. બોલીવુડની આ હોટ જોડીના લગ્નને લઈને ગોસિપ ચાલી રહી છે.  મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો દીપિકા અને રણવીર ઈટલીમાં 10 નવેમ્બરના રોજ સાત ફેરા લેવા જઈ રહ્યા છે.  રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાના ડ્રીમ વેડિંગ માટે નોર્ધન ઈટલીના લેક કોમો નામનું સ્થળ પસંદ કર્યુ છે. લેક કોમો ઈટલીનું ત્રીજું સૌથી મોટું સરોવર છે. જે પોતાની સુંદરતા માટે ઘણું જાણીતુ છે.
 
ફિલ્મફેયરની રિપોર્ટ મુજબ દીપિકા અને રણવીર 10 નવેમ્બર 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાય જશે.  આ લગ્ન દક્ષિણ ભારતીય રીતિ રિવાજોથી થશે.  ફિલ્મફેયરના સૂત્રો મુજબ રણવીર અને દીપિકા ઈચ્છે છે કે તેમના લગ્નમાં દરેક વસ્તુ એકદમ પરફેક્ટ હોય.