સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 ડિસેમ્બર 2017 (12:52 IST)

વિરાટ-અનુષ્કાની હનીમૂન ફોટો... વિરાટે મિત્ર પાસે માંગી હનીમૂન ટિપ્સ

વિરાટ કોહલી અને અનુષ્કાની સીક્રેટ વેડિંગને વર્ષની સૌથી મોટુ ઈવેંટ કહેવામાં આવે તો ખોટુ નથી. ચુપચાપ ઈટલીમાં ખૂબ પ્રાઈવેટ સમારંભમાં લગ્ન રચાવનારા આ સ્ટાર કપલે પોતાના ફેંસ અને મીડિયાને ચોકાવી દીધા. લગ્નની શાનદાર તસ્વીરો રજુ થતા જ વિરાટ અને અનુષ્કાને ફેન્સ અને ઈંડસ્ટ્રી સિલેબ્સના શુભેચ્છા સંદેશનો વરસાદ થવા માંડ્યો છે. આ દરમિયાન વિરાટના અનેક ક્રિકેટર મિત્રોએ પણ પોતાના સોશિયલ મીડિય અપર શુભેચ્છા સંદેશ આપ્યો. 

 
પોતાની સીક્રેટ વેડિંગના લગભગ 3 દિવસ પછી વિરાટ અને અનુષ્કાને મળી રહેલ શુભેચ્છા સંદેશ માટે આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના એક પરણેલા મિત્ર પાસે ટિસ્પ માંગ્યા. ઉલ્લેખનીય છે કે વિરાટના ક્રિકેટ મિત્ર અજિંક્યા રહાણેએ કપલને લગ્નની શુભેચ્છા પાઠવતા એક ટ્વીટ કર્યુ. તેણે ટ્વીટમાં લખ્યુ નવી યાત્રાની શરૂઆત માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા.. ક્લબમાં તમારુ સ્વાગત છે કેપ્ટન..' 
ત્યારે વિરાટ કોહલીએ 14 ડિસેમ્બરના રોજ અજિંક્યા રહાણેના ટ્વીટનો મજેદાર જવાબ આપ્યો. વિરાટે 14 ડિસેમ્બરના રોજ આ ક્રિકેટરને શુભેચ્છા સંદેશના જવાબમાં ટ્વીટ કર્યુ. આભાર મિત્ર.. હુ તારા ટિપ્સની રાહ જોઈ રહ્યો છુ. 
 
વિરાટ ઉપરાંત અનુષ્કાએ પણ લગ્નમાં મળી રહેલ શુભેચ્છા સંદેશનો જવાબ આપ્યો. તેમણે પોતાના ટ્વિટર એકાઉંટ પર સૌ પહેલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના શુભેચ્છા સંદેશને રીટ્વીટ કરતા આભાર માન્યો.. ત્યારબાદ એક્ટ્રેસે પ્રીતિ ઝિંટા.. આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, કરણ જોહર, શાહિદ અફરિદી, રવિના ટંડનને થૈંક્સ કહ્યુ..