રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શનિવાર, 16 ડિસેમ્બર 2017 (12:03 IST)

LIVE: બીજેપીને સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે એકવાર લગાવ્યા પછી ઓલવવી મુશ્કેલ - રાહુલ

દેશના સૌથી જૂના રાજનીતિક દળમાં આજે એક નવા યુગની શરૂઆત થઈ રહી  છે. સોનિયા ગાંધી પછી હવે કોંગ્રેસ રાહુલ રાજમાં આગળ વધશે.  કોંગ્રેસનુ અધ્યક્ષ પદ સાચવવા માટે રાહુલ ગાંધીને આજે સર્ટિફિકેટ મળી જશે.  જ્યાર પછી રાહુલ અધ્યક્ષના રૂપમાં ચાર્જ સાચવશે અને દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં નેમ પ્લેટ પણ બદલવામાં આવશે. 
 
રાહુલ માટે આજનો દિવસ જેટલો મોટો છે તેને વધુ વિશાલ બનાવવા માટે પાર્ટી કાર્યકર્તાઓએ ભરપૂર તૈયારીઓ કરી છે. 47 વર્ષના રાહુલ 132 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના 49માં અધ્યક્ષના રૂપમાં જવાબદારી સાચવશે. 
 
Live Updates..

- કોંગ્રેસને ગૈંડ ઓલ્ડ અને યંગ પાર્ટી બનાવીશુ - રાહુલ 
- તેઓ તોડે છે અમે જોડીએ છીએ તેઓ આગ લગાવે છે અમે ઓલવીએ છીએ  - રાહુલ 
- બીજેપીને સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે એકવાર લગાવ્યા પછી ઓલવવી મુશ્કેલ - રાહુલ 
- કેટલાક નેતા વ્યક્તિગત છબિ માટે કામ કરે છે - રાહુલ 
- આજે લોકોને દબાવવાની રાજનીતિ - રાહુલ 
- રાજનીતિ લોકોની સેવા માટે હોય છે - રાહુલ 
.- મને રાહુલની સહનશીલતા પર ગર્વ છે - સોનિયા 
- રાજનીતિમાં આવવા પર રાહુલને વ્યક્તિગત હુમલાનો સામનો કરવો પડ્યો. જેણે તેને મજબૂત અને નીડર બનાવ્યો - સોનિયા 
- કોંગ્રેસે પોતાના અંતર્મનને ખંખોળીને આગળ વધવાનુ છે અને ખુદને પણ યોગ્ય બનાવવી પડશે. 
- દેશમાં ભયનુ વાતાવરણ છે. અમે ગભરાવવાના કે નમવાના નથી 
- સત્તા સ્વાર્થ અને સમૃદ્ધિ અમારો હેતુ નથી - સોનિયા 
 

- ઈન્દિરા અને રાજીવના બલિદાન માટે રાજનીતિમાં આવી - સોનિયા 
- હુ રાજનીતિને જુદી નજરથી જોવા માંગતી હતી.. હુ મારા પતિ અને બાળકોને રાજનીતિથી દૂર રાખવા માંગતી હતી - સોનિયા 
-  જ્યારે ઈદિરાની હત્યા થઈ તો મને મા ગુમાવવાનો ગમ હતો - સોનિયા 
- ઈન્દિરાજીએ મને પુત્રીના રૂપમાં અપનાવી - સોનિયા 
- મારી સામે ખૂબ મુશ્કેલ કર્તવ્ય હતુ - સોનિયા 
- 20 વર્ષ પહેલા જ્યારે મને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવી ત્યારે દિલમાં ગભરાટ હતી.. અહી સુધી કે મારા હાથ પગ પણ ધ્રુજી રહ્યા હતા 
- આતિશબાજીને કારણે સોનિયા ગાંધીને વચ્ચે જ ભાષણ રોકવુ પડ્યુ 
- કોંગ્રેસ સામે નવો યુગ અને નવી આશા 
- રાહુલ ગાંધીએ લાંબા સમય ઉસ્ધી અનુભવ લીધો - મનમોહન 
- સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા પર શુભેચ્છા પાઠવતા આશીર્વાદ આપ્યા 
- રાહુલની તાજપોશીને મનમોહન સિંહે કોંગ્રેસ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો.. 

- રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું

- કોંગ્રેસ ઓફિસમાં સજાવવામાં આવેલા ભવ્ય મંચ પર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ બિરાજમાન.

- સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા 
- કોંગ્રેસ ઓફિસ માટે નીકળ્યા રાહુલ ગાંધી 
- રોબર્ટ વાડ્રા અને પ્રિયંકાગાંધી વાડ્રા કોંગ્રેસ ઓફિસ પહોચ્યા 
- થોડી વાર પછી કોંગ્રેસ મુખ્યાલય માટે નીકળશે રાહુલ ગાંધી 
- રાહુલ ગાંધીના ઘરેથી નીકળી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા 
- સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના ઘરે પહોંચી 
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણ સિંહે કહ્ય કે મે ગાંધી પરિવારની પાંચ પેઢીયો જોઈ છે. વંશવાદમાં કશુ ખોટુ નથી. હુ પોતે એક પરિવારનુ પ્રતિનિધિત્વ કરુ છુ. રાહુલ પાસે એક લીડરના ગુણ છે. 
- કોંગ્રેસ મુખ્યાલયની બહાર પણ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર.. ઓફિસની અંદર નેતાઓની ભીડ 
- રાહુલ ગાંધીના ઘરની બહાર ઉત્સવનો માહોલ.. ઢોલ નગારા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર 
- ચૂંટણી પંચના નેતા અને કોંગ્રેસ નેતા મુલ્લાપલ્લી રામચંન્દ્રન કોંગ્રેસ મુખ્યાલય પહોંચી ગયા છે. મુલ્લાપલ્લી જ રાહુલને અધ્યક્ષ પદનુ સર્ટિફિકેટ આપશે. 
- રાહુલને કોંગ્રેસનો ચાર્જ મળતા પહેલા જુદી જુદી તસ્વીરો સામે આવી રહ્યુ છે. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયની બહાર લાગેલ એક પોસ્ટરમાં આદરણીય પંડિત રાહુલ ગાંધી લખવામાં આવ્યુ છે.  સાથે ઓફિસની બહાર આતિશબાજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. 
 
અમેઠીમા પણ પોસ્ટર 
 
બીજી બાજુ યૂપીના અમેઠીમાં લાગેલ પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે શિવ ભક્ત.. ભગવાન પરશુરામના વંશજ જનેઉધારી પંડિત રાહુલ ગાંધી જીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે હાર્દિક શુભેચ્છા..