રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (21:28 IST)

#VirushkaWEDDING - વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા...જુઓ ફોટા

ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના અતુટ બંધનમાં બંધાઈ ચુક્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, 12 ડિસેમ્બરે લગ્નની વાત થઇ રહી હતી. પરંતુ હાલ એવી ખબરો આવી રહી છે કે, તેમના લગ્ન થઇ ગયા છે. ઘણા સમયથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નની ચર્ચા ચારેબાજુ પુરજોશમાં ચાલી રહી હતી.


મીડિયા એજન્સી પણ આ બંનેના લગ્ન સાથે સંબંધિત સમાચારોને કવર કરવા માટે પોતાના તમામ સૂત્રોનો ઉપયોગ કરી રહી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે, અનુષ્કા અને વિરાટે ઈટલીના મિલાન ખાતે બધાની નજરોથી બચીને 9 ડિસેમ્બરે લગ્ન કરી લીધા છે!
ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 સીરીઝમાંથી આરામ લેતા તેના અને અનુષ્કાના લગ્નની અફવાઓને વેગ મળ્યો હતો. બાદમાં બંનેના ફેમિલી અને લગ્ન કરાવનારા પંડિતને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. એક સમયે તેમના લગ્નનું શેડ્યૂલ પર સમાચારોમાં ફરતું થયું હતું. જોકે, ત્યારે અનુષ્કા તરફથી આ વાતોનું ખંડન કરવામાં આવ્યું હતું.