દીપિકા-રણવીર નવેમ્બરની આ તારીખે કરશે લગ્ન

deepika - ranveer
Last Updated: સોમવાર, 28 મે 2018 (12:37 IST)
બોલીવુડ સ્ટાર અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચાઓ જોરો પર છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત એવા સામચાર આવી રહ્યા હતા કે આ કપલ આ વર્ષના અંત સુધી લગ્નના બંધનમાં બંધાય શકે છે.
પછી જાણવા મળ્યુ કે ડિસેમ્બરમાં બંને એકબીજાના થઈ શકે છે. હવે નવી રિપોર્ટ્સ મુજબ એવુ કહેવાય રહ્યુ છે કે આ કપલ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરી શકે છે.
જ્યા સુધી વાત છે તારીખની તો બોલીવુડની ગલીઓમાં ચર્ચા છે કે બાજીરાવ મસ્તાની આ જોડી 19 નવેમ્બરના રોજ મંડપમાં દેખાય શકે છે. જયા સુધી વાત છે વેન્યૂની તો બંનેયે મુંબઈમાં જ લગ્ન કરવાના સમાચાર છે.
જો કે બોલીવુડની આ પૉપુલર જોડીએ અત્યાર સુધી કોઈ પણ અધિકારિક એલાન કર્યુ નથી. પણ એવુ કહેવાય રહ્યુ છે કે દીપિકા લગ્નને કારણે હાલ કોઈ ફિલ્મ સાઈન કરી રહી નથી.
જો કે ફેંસ તો રાહ જોઈ રહ્યા છે કે આ જોડી કોઈ ઓફિશિયલ એનાંસમેંટ કરે. જે તેમની જિજ્ઞાસાને શાંત કરી શકે.
હાલ તો માત્ર અટકળોનો દોર ચાલી રહ્યો છે અને બોલીવુડ સૂત્રોના હવાલાથી અનેક પ્રકારના સમાચાર બોલીવુડની ગલિયોમાં ચાલી રહ્યા છે. વત કરે વર્ક ફ્રંટની તો રણવીર જ્યા સતત ફિલ્મો સાઈન કરી રહ્યા છે તો બીજી બાજુ પદ્માવત પછી દીપિકાએ કોઈ પણ પ્રોજેક્ટ સાઈન કર્યો નથી.


આ પણ વાંચો :