દીપિકા-રણવીરે પોતાના લગ્નમાં આ રીતે કર્યુ મેહમાનોનુ સ્વાગત

dev uthani ekadashi upay
Last Updated: બુધવાર, 14 નવેમ્બર 2018 (12:18 IST)
બોલીવુડ સ્ટાર એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાય જશે. જાણવા મળ્યુ છેકે કોંકણી રીતિ રિવાજો સાથે લગ્ન થશે જ્યારે કે બીજા દિવસે સિંધી રીતિ રિવાજો સાથે લગ્ન થશે.
બંનેના લગ્નમાં ભાગ લેવા મોટાભાગના મહેમાન અને તેમના નિકટના મિત્ર અને સંબંધીઓ આવશે.

ફિલ્મફેયરે પોતાની એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી બતાવ્યુ કે લગ્નમાં આવનારા મહેમાનોનુ સ્વાગત ખાસ અંદાજમાં કરવામાં આવી રહ્યુ છે. લગ્નમાં આવનારા દરેક વ્યક્તિનુ સ્વાગત એક હાથથી લખેલ કાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. માહિતી મુજબ બધા મહેમાનોને સ્વાગત કરવાનો આ અંદાજ પસંદ પડ્યો છે.
રિપોર્ટ મુજબ આ અવસર પર દીપિકા અને રણવીર ખૂબ સુંદર દેખાય રહ્યા હતા. જાણવા મળ્યુ છે કે લગ્નના અવસર પર જ્યારે બંનેયે અંગૂઠીઓ બદલી તો દીપિકા ઈમોશનલ થઈ ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ. અને આ નજારો જોઈ ત્યા હાજર બધા મહેમાન પણ ઈમોશનલ થઈ ગયા. બંને 2 જુદી જુદી રીતિ રિવાજોથી લગ્ન કરી રહ્યા છે. કારણ કે રણવીર સિંધી છે અને દીપિકા કોંકણી.

રણવીર અને દીપિકા સંજય લીલા ભંસાલીની ફિલ્મ ગોલીયો કી રાસલીલા - રામલીલામાં એકબીજાના નિકટ આવ્યા હતા. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ બંન્ની મૈત્રી એક પાયદાન વધુ આગળ વધી. બંનેયે એકબીજાને સતત મળવાનુ શરૂ કરી દીધુ. ઘણા સમય સુધી બંનેયે આ સંબંધોને મીડિયાથી છિપાવ્યા. પણ સમય રહેતા બંનેયે આનો ખુલાસો કરી દીધો.


આ પણ વાંચો :