શુક્રવાર, 1 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

હેપી બર્થ ડે Juhi Chawla - આમિર-જૂહી હોટેસ્ટ જોડી તરીકે જાણીતી

13 નવેમ્બર 1967માં પંજાબના લુધિયાનામાં જન્મેલી જૂહી ચાવલા 1984માં ફેમિના મિસ ઈંડિયા બની હતી. મંસૂર અલી ખાના ડાયરેક્શનવાળી ફિલ્મ કયામત સે કયામત તકમાં કામ કરીને જૂહીએ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આ રીતે એક સ્ટારનો ઉદય થયો. આમિર-જૂહી હોટેસ્ટ જોડી તરીકે જાણીતી થઈ. તેમણે તે પછી સાથે બીજી અનેક ફિલ્મો કરી જેવી કે 'તુમ મેરે હો' અને 'લવ લવ લવ' પણ કમનસીબે આ ફિલ્મો લોકોને પસંદ ન આવી. 

આ પછી જૂહી ચાવલાએ ઘણી સામાન્ય ફિલ્મો કરી જેવી કે સીઆઈડી, શાનદાર, સનમ બેવફા, ગૂંજ, રાધા કા સંગમ. ત્યારબાદ જૂહી ચાવલાની ધર્મેશ મલ્હોત્રાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લૂંટેરે'આવી જે હિટ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં જૂહી ચાવલા પર ફરમાવેલુ ગીત જેમા જૂહીએ માત્ર શર્ટ પહેર્યુ હતુ તે હોટ ફેવરેટ ગીત સાબિત થયુ.

ત્યારબાદ તેણે પોતાની બીજી ઈનિંગમાં 'બોલ રાધા બોલ', હમ હૈ રાહી પ્યાર કે, રાજુ બન ગયા જેંટરલમેન જેવી ફિલ્મો આપી. આ ફિલ્મોએ જૂહી ચાવલાને માધુરી દીક્ષિત અને શ્રીદેવી જેવી એ ગ્રેડની હીરોઈનોની હરોળમાં લાવીને ઉભી કરી. ફિલ્મ 'ડર' અને 'રાજુ બન ગયા જેંટલમેન' જેવી ફિલ્મો દ્વારા લોકોએ જૂહી-શાહરૂખના રોમાંટિક કપલને પણ ખૂબ પસંદ કર્યુ.

આજે જૂહી ચાવલા પોતાના ભવિષ્યના પ્રોડક્શન વર્કમાં વ્યસ્ત છે. તેન વ્યસ્ત જીવનમાં આજે તે માત્રે એવી જ ફિલ્મો કરવા તૈયાર છે જેમાં તેને કંઈક વિશેષ કરવા મળે. જાણીતા ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કરીને ઘર વસાવનાર જૂહી બે બાળકોની માતા છે. જૂહીને તેના જન્મદિવસ પર શુભેચ્છા.