હેપી બર્થડે શક્તિકપૂર - ખરાબ વ્યવ્હારને કારણે 3 શાળાઓમાંથી હાંકી કાઢ્યો, દારૂ પીવાની ટેવને લીધે પુત્રી નારાજ

દારૂ પીવાની ટેવથી તેમની પુત્રી શ્રદ્ધા કપૂર તેમનાથી નારાજ રહેવા લાગી હતી નારાજગી દૂર કરવા માટે તેમણે દારૂ પીવાનુ ઓછુ કર્યુ હતુ.

Last Modified સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (15:55 IST)
 
શક્તિકપૂર 66 વર્ષના થઈ ગયા છે. 3 સપ્ટેમ્બર 1952ના રોજ એક પંજાબી પરિવારમાં તેમનો જન્મ થયો હતો.

તેમનુ અસલી નામ સુનીલ સિકંદર કપૂર છે.  જેને પછી ફિલ્મ રોકી(1981) ના સમયે સુનીલ દત્તે બદલીને શક્તિ કપૂર કરી દીધુ હતુ. શક્તિના પિતા સિકંદર લાલ કપૂર દિલ્હીમાં દરજી હતા. અને માતા સુશીલા હાઉસવાઈફ હતી. 
 
શક્તિ સાથેના એક ઈંટવ્યુમાં તેમણે કહ્યુ હતુ કે બાળપણમાં તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ત્યારે તેઓ પોતાના ભાઈ બહેનો સાથે ખુશ હતા.  દારૂ પીવાની ટેવથી તેમની પુત્રી શ્રદ્ધા કપૂર તેમનાથી નારાજ રહેવા લાગી હતી  નારાજગી દૂર કરવા માટે તેમણે દારૂ પીવાનુ ઓછુ કર્યુ હતુ. 
 
ત્રણવાર શાળામાંથી કાઢી નાખવામાં આવ્યા હતા - 2003બ્ના એક ઈંટરવ્યુ દરમિયાન શક્તિ કપૂરે કહ્યુ હતુ કે મને પુસ્તકમાં ક્યારેય રસ નહોતો. હંમેશા એક્ઝામમા મને થર્ડ ડિવીઝન મળતુ હતુ.  ખરાબ વ્યવ્હાને કારને મને ત્રણ શાળાઓ હોલી ચાઈલ્ડ, ફ્રૈક એંથોની, પબ્લિક સ્કૂલ અને સલવાન પબ્લિક સ્કૂલમાંથી કાઢવામાં આવ્યો હતો.  હુ હંમેશા મારા મનનુ કરતો હતો અને આ કારણે મારો ઝગડો થતો હતો. 
 
પિતાની ઈચ્છા હતી ટેલર બને શક્તિ - શક્તિ કપૂરનુ માનીએ તો તેમના પિતા કંજૂસ હતા અને પૈસા બચાવી રાખતા હતા. આ કારણે તો તેમના વિરુદ્ધ રહેતા હતા. શક્તિ કપૂરના મુજબ.. તેમના પિતા ઈચ્છતા હતા કે શક્તિ ફેમિલી બિઝનેસ કરે પણ મેં ટ્રેવલ એજંસીનો બિઝનેસ કર્યો.  આ કારણે અમારી લડાઈ થયા કરતી હતી. ઘણીવાર પિતાની ઈચ્છા વિરુદ્ધ હુ તેમની ફિયાટ કારથી લોન્ગ ડ્રાઈવ પર જતો હતો. 
 
ક્રિકેટ કપ્તાનની ગર્લફેંડને કરતો હતો ડેટ -  શક્તિ મુજબ મે કિરોડીમલ કૉલેજ (દિલ્હી) ના સ્પોર્ટ કોર્ટમાંથી બી.કોમમાં એડમિશન લીધુ.  કોલેજમાં ક્રિકેટ ત્યા સુધી મારુ પેશન હતુ જ્યા સુધી કોલેજની ટીમના કપ્તાનને આ વાત ખબર ન પડી કે હુ તેની ગર્લ્ડફેંડને ડેટ કરી રહ્યો છુ. 
 
- જ્યારે કપ્તાનને આ અંગે જાણ થઈ તો તેને મને ગ્રાઉંડની ચારેબાજુ ખૂબ દોડાવ્યો. ફાઈનલી મે ગર્લફ્રેંડ અને ક્રિકેટ બંને છોડી દીધા. 
 
એક જ ફિલ્મમાં બન્યા હીરો એ પણ ગઈ ફ્લોપ - જખ્મી ઈંસાન શક્તિ કપૂરની એકમાત્ર એવી ફિલ્મ છે જેમા તેઓ હીરો બન્યા હતા. શક્તિ કપૂરનુ માનીએ તો આ ફિલ્મ દોઢ કલાક પછી જ ફ્લોપ સાબિત થઈ. તેથી જ તેઓ આજે પણ ફક્ત કોમેડિયન અને વિલેનનો રોલ કરવો પસંદ કરે છે. 
 
- શક્તિ કપૂર રિયલિટી શો બિગ બોસ 5ના હરીફ પણ રહી ચુક્યા છે. બિગ બોસ-5 માં શક્તિ 13 કંટેસ્ટેંટ વચ્ચે એકલા મેલ કંટેંડર હતા. 


આ પણ વાંચો :