સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (10:21 IST)

લતા મંગેશકરને ક્રિકેટ નું બહુ શોખ છે. ભારતના કોઈ મોટા મેચના દિવસે એ બધા કામ મૂકી મેચ જોવા પસંદ કરે છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી. 
1. લતા માટે ગાવું એક પૂજા સમાન છે. રેકાર્ડિંગના સમયે એ આખા સમયે ખુલ્લા પગે રહે છે. 
2. તેમના પિતાજી દ્વારા આપેલ તંબૂરા તેને કાળજીને રાખ્યું છે. 
3. લતાને ફોટોગ્રાફીના ખૂબ શોખ છે. વિદેશમાં તેમના ઉતારેલા છાયાચિત્રની પ્રદર્શની પણ લાગી છે. 
4. રમતમાં તેને ક્રિકેટનું બહુ શોખ છે. ભારતના કોઈ મોટા મેચના દિવસે એ બધા કામ મૂકી મેચ જોવા પસંદ કરે છે. 
5. કાગળ પર કઈક લખતા પહેલા એ શ્રીકૃષ્ણ લખે છે. 
6. આ વાત થોડી વિચિત્ર છે પણ ખરી છે. હિટ ગીત આએગા આને વાલા માટે તેને 22 રીટેક આપવા પડ્યા હતા. 
7. લતા મંગેશકરનો પસંદનું ભોજન કોલ્હાપુરી મટન અને તળેલી માછલી છે. 
8. ચેખવ ટાલ્સ્ટાય ખલીલ જોબ્રાનનો સાહિત્ય તેને પસંદ છે. એ જ્ઞાનેશવરી અને ગીતા પણ પસંદ કરે છે. 
9. કુંદનલાલ શહગલ અને નૂરજહાં તેમના પસંદીદા ગાયક-ગાયિકા છે. શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં લતાને પંડિત રવિશંકર, જસરાજ, ભીમસેન, બડે ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ છે. 
10. ગુરૂદત્ત, સત્યજિત રે યશ ચોપડા અને બિમલ રૉયની ફિલ્મો તેને પસંદ છે.