મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2019 (14:29 IST)

બારણું બંદ કરીને ટેલેંટ જોવાવા કહેતા હતા પ્રોડ્યૂસર, સ્ટ્રગલના દિવસોને યાદ કરીને રડી પડી રાખી સાવંત

રાખી સાવંત હમેશા કોઈ ન કોઈ કોંટ્રોવર્સીને લઈને ચર્ચામાં રહે છે. આ કારણે તેને કોંટ્રોવર્સી ક્વીન કહેવાય છે. રાખી સાવંતએ તેમના દમ પર બૉલીવુડમાં જુદો મંજિલ હાસલ કરી છે. રાખી એક સરસ ડાંસર છે અને કેમરાને ફેસ કરવું તેને સારી રીતે આવે છે. 
 
રાખી સાવંત આશરે 20 વર્ષથી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કામ કરી રહી છે. પણ કદાચ કોઈએ તેમનો અસલી નામ ખબર નહી હોય. રાખીનો અસલી નામ નીરૂ ભેડા છે. ફિલ્મોમાં આવ્યા પછી તેને તેમના નામ બદલીને રાખી સાવંત રાખી લીધું. તાજેતરમાં રાખી એક વીડિયો વાયરલ થઈ રહ્યું છે. 
 
તેમાં રાખી તેમના સ્ટ્રગલના વિશે જણાવતા નજર આવી રહી છે. રાખી કહે છે કે "હું ઘરથી ભાગીને અહીં આવી હતી. મે બધું મારા દમ પર કર્યું. મારું નામ નીરૂ ભેડા હતું. જ્યારે હું ઑડિશન આપવા જતી હતી તો ડાયરેક્ટર -પ્રોડ્યૂસર મને ટેલેંટ જોવાવા કહેતા હતા. 
 
હું ત્યારે નહી જાણતી હતી કે કયાં ટેલેંટને જોવાવાની વાત કરી રહ્યા છે. હું ફોટા લઈને તેમની પાસે જતી તો તે બારણા બંદ કરી દેતા હતા. હું જેમ-તેમ બહાર નિકળતી હતી. રાખીએ આ પણ જણાવ્યું કે તેમની મા એક  હોસ્પીટલમાં આયાનો કામ કરયી હતી. 
 
રાખીએ જણાવ્યુ કે તેણે ખૂબ ગરીબીના દિવસ જોયા છે. તેણે કીધું. મારી મા હોસ્પીટલમાં આયા હતી તે કચરા-પટ્ટી ઉપાડતી હતી. અમારા અહીં ખાવાની પણ પરેશાની હતી. અમે લોકો છોડાયેલા ભોજન શોધીને ખાતા હતા. તેમની સ્ટોરી કહેતા રાખી રડવા લાગે છે. રાખીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.