રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 10 એપ્રિલ 2019 (16:51 IST)

15 Unmarried Bollywood Stars- લગ્ન ન કરીને પણ ખૂબ ખુશ છે આ 15 બોલીવુડ સ્ટાર, 3ની ઉમ્ર 50 પાર

બૉલીવુડ તેમનામાં એક બહુ મોટું પરિવાર છે અહીં આવ્યા પછી એક્ટર અને એક્ટ્રેસ પોતાને એકલો નહી માનતા. અહી તેની એક જુદી જ દુનિયા હોય છે. પણ આ ગ્લેમરની દુનિયામાં આજે પણ બૉલીવુડ સ્ટાર્સ એકલા જ જીવન જીવી રહ્યા છે. જી હા વાત કરી રહ્યા છે તે ફિલ્મી સ્ટાર્સની જેણે અત્યાર સુધી લગ્ન નહી કર્યા આવો જાણીએ તેના વિશે... 
 
1990માં ફિલ્મ બાગીથી બૉલીવુડમાં એંટ્રી કરનારી એક્ટ્રેસ નગમાએ અત્યારે સુધી લગ્ન નહી કર્યા. તેમની ઉમ્ર 44 વર્ષ છે અને તે બૉલીવુડના સિવાય તમિલ, તેલૂગૂ, કન્નડ, બંગાળી અને ભોજપુરી અને પંજાબી ફિલ્મોમાં કામ કરી લીધું છે. 
ફિલ્મ વિજયપથથી બૉલીવુડમાં પગલા રાખનારી એક્ટ્રેસ તબ્બૂની ઉમ્ર 46 વર્ષ છે અને અત્યાર સુધી લગ્નનો કોઈ પ્લાન નથી. જણાવીએ કે ફિલ્મી દુનિયામાં અત્યારસુધી તે 20થી વધારે ફિલ્મ કરી લીધી છે. ખાસ વાત આ છે કે તેની પ્રથમ ફિલ્મ વિજયપથ (1994)નાં તેની સાથે અજય દેવગન હતા અને અત્યારે જ આવી ગોલમાલ અગેનમાં પણ અજયની સાથે નજર આવી છે. 
 
મિસ યૂનિવર્સ સુષ્મિતા સેનની સુંદરતાના દરેક કોઈ દિવાના છે. પણ સુષ્મિતાએ અત્યારે સુધી લગ્ન નહી કર્યા છે. તેને ઘણા હિટ ફિલ્મોમાં જોવાયું છે. જેમાં બીવી નંબર 1, મૈ હૂ ના, કયોંકિ મેં ઝૂઠ નહી બોલતા જેવી ફિલ્મો શામેલ છે. જણાવીએ કે 42 વર્ષીય સુષ્મિતાનો નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમની સાથે જોડાયું હતું. 
ફિલ્મ કહો ના પ્યાર હૈ અને ગદ્દર જેવી બ્લાકબસ્ટર ફિલ્મથી હંગામો કરતી અમીષા પટેલ પણ અત્યારે સુધી કુંવારી છે અને આજકાલ તેની ફોટાને લઈને ટ્રોલ થતી રહે છે. 42 વર્ષની અમીષા અત્યારે સુધી ફિલ્મોમાં કામ કરવાની આશા રાખે છે. 
ટીવી સીરીયલની ક્વીન અને એક્ટર તુષાર કપૂરની બેન એક્તા કપૂરએ પણ અત્યારે સુધી લગ્ન નહી કર્યા છે. જણાવીએ કે ફિલ્મોથી વધારે 43 વર્ષીય એકતા સીરિયલ અને વેબસીરીજ પર વધારે કામ કરે છે. 
મશહૂર ગીતકાર જાવેદ અખ્તર અને એક્ટર ફરહાન અખ્તરની બેને જોયા અખ્તરના પણ હાથ અત્યારે સુધી પીળા નહી થયા છે. જણાવીએ કે આ સમયે તેની ઉમ્ર 46 વર્ષની થઈ રહી છે. 
સલમાનના લગ્નની રાહ તો આખા દેશના યુવનો જોઈ રહ્યા છે. સલમાન 54 વર્ષના થઈ ગયા છે. પણ તેના લગ્નને અત્યારે કોઈ ખબર નથી છે અને આજકાલ બૉલીવુડમાં તે ટૉપના સુપરસ્ટાર છે અને ફિલ્મ ઈંડસ્ટ્રી સલમાન જેવા એક્ટરથી જ મશહૂર છે. 
46 વર્ષીય મહાન મેકર કરણ જોહરએ પણ અત્યારે સુધી સિંગલ જ જીવન જીવી રહય છે. પણ તેને એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના પસંદ હતી અને તેને ટ્વિંકલને ઑફર પણ કર્યું હતું. પણ ટ્વિંકલે કરણના આ પ્રપોજલ ઠુકરાવી નાખ્યું. જણાવીએ કે કરણ આજે ટૉપના ફિલ્મ મેકર છે અને બૉલીવુડમા ડાયરેક્ટરની રેસમાં સૌથી ટૉપ પર ચાલી રહ્યા છે. 

47 વર્ષના થઈ રહ્યા ફિલ્મ મેકર સાજિદ ખાન પણ કુંવારા ફરી રહ્યા છે. સાજિદ ખાનએ ફિલ્મ હાઉસફુલથી ત્રણ સીરીજ ડાયરેક્ટ કરી છે. તેણે ફિલ્મ હિમ્મતવાલા ડાયરેક્ટર કરી હતી જે ખૂબ મોટી ફ્લૉપ સિદ્ધ થઈ હતી. 
 
બૉલીવુડના ઓળખીતા કોસ્ટુયમ ડિજાઈનર મનીષ મલ્હોત્રા પણ 51 વર્ષના થઈ અત્યારે સુધી લગ્નથી બચી રહ્યા છે. સુપરહિટ ફિલ્મ મોહબ્બતેમાં શાહરૂખ ખાનના કોસ્ટ્યૂમ મનીષએ જ ડિજાઈન કર્યા હતા જે ખૂબ હિટ થયા હતા. 
 
એક્ટર વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્નાએ પણ અત્યારે સુધી તેમનો ઘર નહી વસાવ્યું. તેની ઉમ્ર 45 વર્ષ છે. અક્ષય આજે ફિલ્મોમાં નેગેટિવ અને સપોરિંગ રોલમાં જ નજર આવે છે. 
યશ ચોપડાના નાના દીકરા ઉદય ચોપડાએ પણ અત્યારે સુધી કોઈ છોકરીને તેમનો જીવનસાથી નહી બનાવ્યું. જણાવીએ કે તે આજે 45 વર્ષના છે. 
રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી સુપરહિટ આપનાર ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીએ પણ લગ્ન નહી કત્યા. જણાવીએ કે તે 55 વર્ષના છે. અને ડાયરેક્ટરની લિસ્ટમાં ટૉપ લિસ્ટમાં શામેલ છે.
એક્ટર ધર્મેંદ્રના ભત્રીજા અભય દેઓલ પણ ઓછી ફિલ્મોમાં નજર આવે છે પણ તેને એક્ટિંગના હુનરને હમેશા વખાણ મળી છે તેમની ઉમ્ર 42 ની છે. 
આખરેમાં સરબજીતમાં વખાણભર્યા કામ કરનાર 41 વર્ષના એક્ટર રણદીપ હુડ્ડાની લાઈફમાં પણ અત્યારે સુધી કોઈ છોકરી નહી આવી. તે પણ સિંગલ છે.