1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By કલ્યાણી દેશમુખ|

કાજોલ

કાજોલ
IFM
ાજોલ આજના જમાનાની એક સુંદર વ્યક્તિત્વવાળી અને બેજોડ અભિનય ક્ષમતા ધરાવતી અભિનેત્રી છે. તનુજા અને સોમુ મુકરજીની પુત્રી કાજોલનો જન્મ 5 ઓગસ્ટ 1975માં થયો હતો. તેનું ભણતર પંચગીનીમાં થયું હતું. તે ભણવામાં એક સામાન્ય છોકરી હતી.

કાજોલે 16 વર્ષની ઉંમરમાં ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. કાજોલનો દેખાવ સામાન્ય રીતે હીરોઈન બનવા માટે લોકો જેને આધારભૂત માને છે એવો સુંદર નહોતો, છતાં કાજોલ પોતાની સાદગી અને પોતાના સુંદર અભિનયના કારણે પ્રસિધ્ધ બની. તે એક એવા ઘરથી આવી હતી જ્યા એકટિંગ પેઢી દર પેઢીથી ચાલી આવી રહી હતી છતાં કાજોલનો અભિનય નેચરલ રહ્યો. તેને જોઈને કદી કોઈ એવું ન કહે શકે કે તે કોઈની ડુપ્લીકેટ છે. તેણે પોતાના અભિનય દ્વારા પોતાની એક અલગ ઓળખાણ બનાવી.

માત્ર થોડી ફિલ્મોમાં કામ કર્યા પછી જ તેણે ' ડીડીએલજે' માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. કાજોલની પ્રથમ ફિલ્મ બેખુદી ખાસ ચાલી તો નહી પણ તેની બીજી ફિલ્મ 'બાજીગર' થી તે પ્રખ્યાત બની. કાજોલની જોડી આમ તો ત્રણે ખાન(શાહરુખ, સલમાન, આમિર) જોડે જામતી હતી પણ સૌથી વધુ તેની જોડી શાહરુખ જોડે લોકોએ વધુ પસંદ કરી. આ ત્રણે ખાન માટે કાજોલ લકી રહી . તેમંની સાથે કરેલી લગભગ બધી ફિલ્મો હિટ રહી. પણ દુર્ભાગ્યવશ જે હીરોએ તેની સાથે કેરિયરની શરુઆત કરી તેમની માટે કાજોલ દુર્ભાગ્યશાળી સાબિત થઈ. કમલ સદાના, વિકાસ ભલ્લા, અને રોહિત ભાટિયા આના ઉદાહરણ છે.

કાજોલે 24 ફેબ્રુઆરી 1999 ના રોજ અજય દેવગન સાથે સાદગીથી લગ્ન કર્યા. લગ્ન પછી પણ કાજોલે કરણ જૌહરની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' કરી જે હિટ થઈ, કાજોલને આફિલ્મ માટે પણ બેસ્ટ હિરોઈન નો એવોર્ડ મળ્યો, અને કાજોલે સાબિત કર્યુ કે લગ્નની તેના અભિનય પર કોઈ અસર નથી પડી. એટલું જ નહી એક બેબીના જન્મ પછી પણ કાજોલે 'ફના' ફિલ્મ દ્વારા બોલીવુડમાં પરત ફરીને સાબિત કર્યુ કે એક સારી અભિનેત્રીની અભિનય ક્ષમતા લાંબા સમય પછી પણ એવી જ રહે છે, તેના અભિનય પર પર્સનલ જીવનમાં આવતાં પ્રસંગોની કોઈ અસર થતી નથી. કાજોલની એકટિંગ નેચરલ છે અને અભિનય તો તેના લોહીમાં જ છે તેથી આજે આપણી પાસે એક બેજોડ ક્ષમતાવાળી અભિનેત્રી છે. આપણે આશા કરીએ કે કાજોલ હંમેશા આ પ્રકારનો અભિનય બતાવતી રહે.

કાજોલે અત્યાર સુધી 27 ફિલ્મોમાં કામ કર્યુ છે.

1) બે ખુદી - (31 જુલાઈ 1992) - કમલ સદાના
2) બાજીગર- (12 નવેમ્બર 1993) - શાહરુખખાન
3) ઉધાર કી જીંદગી (1994 ) -રોહિત ભાટિયા
4) યે દિલ્લગી (1994) - અક્ષય ખન્ના /સૈફઅલીખાન
5) કરણ અર્જુન (13 જાન્યુઆરી 1995) - શાહરુખખાન
6) તાકત(23 જૂન 1995) - વિકાસ ભલ્લા.
7) હલચલ (4 ઓગસ્ટ 1995) - અજય દેવગન
8) ગુંડારાજ (8 સપ્ટેમ્બર 1995) - અજય દેવગન
9) દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેં (20 ઑક્ટોંબર 1995) - શાહરુખખાન
10) બમ્બઈ કા બાબૂ (22 માર્ચ 1996) - સૈફ અલી ખાન
11) ગુપ્ત (4 જુલાઈ 1996) - બૉબી દેઓલ
12) હંમેશા (12 સપ્ટેમ્બર 1997) - સૈફઅલીખાન
13) ઈશ્ક (28 નવેમ્બર 1997) - અજય દેવગન
14) પ્યાર કિયા તો ડરના ક્યાં (27 માર્ચ 1998) - સલમાન ખાન
15) ડુપ્લિકેટ (7 મે 1998) - વિશેષ ભૂમિકા
16) દુશ્મન (29 મે 1998) - સંજય દત્ત/જસ અરોરા
17) પ્યાર કિયા તો હોના હી થા (27 માર્ચ 1998) - અજય દેવગન
18) કુછ કુછ હોતા હૈ(16 ઑકટોબર 1998) - શાહરુખ ખાન
19) દિલ ક્યા કરે (1999) - અજય દેવગન
20) હમ આપકે દિલ મે રહતે હૈ(22 જાન્યુઆરી 1999) - અનિલ કપૂર
21) હોતે હોતે પ્યાર હો ગયા ( 2 જુલાઈ 1999) - જૈકી શ્રોફ/ અતુલ અગ્નિહોત્રી
22) રાજૂ ચાચા (20 ડિસેમ્બર 2000) -અજય દેવગન
23) કુછ ખટ્ટી કુછ મીઠી (જાન્યુઆરી 2001) -સુનિલ શેટ્ટી
24) કભી ખુશી કભી ગમ (14 ડિસેમ્બર 2001) - શાહરુખ ખાન
25) કલ હો ના હો (28 ઓક્ટોમ્બર 2003) - વિશેષ ભૂમિકા
26) ફના (26 મે 2006) - આમિર ખાન
27) કભી અલવિદા ન કહેના (11 ઓગસ્ટ 2006) - વિશેષ ભૂમિકા