1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ

હેપી બર્થ-ડે આશા ભોંસલે

આશા ભોસલે
IFM
જીંદગીના સફરને મુશ્કિલોથી ભરેલ અગ્નિપરીક્ષા બતાવનારી રણકતો અવાજ ધરાવતી આશા ભોંસલેનુ કહેવુ છે કે તેને આજે એ વાતની સૌથી વધુ ખુશી છે કે કોઈના સહારા વગર એ આટલી મુશ્કેલીઓનો સામનો કરીને આ મુકામ પર પહોંચી. તે આજે પોતાનો 76મો જન્મદિવસ ઉજવી રહી છે.

આશા આજે જે મુકામ પર છે તેમાં તેની મહેનતની ઝલક છે. તેનો કોઈ ગોડફાધર નહોતો. પોતાની આખી જીંદગી દરમિયાન મોટી બહેન લતા-મંગેશકરની બહેતરીકેનછાપમાંથી નીકળવાની મહેનતમાં લાગેલ આશાને કેરિયરની શરૂઆતમાં બી અને સી ગ્રેડની ફિલ્મો જ મળી. પરંતુ નયા દૌર, તીસરી મંઝિલ, ઈજાજત અને ઉમરાવ જાન જેવી ફિલ્મો દ્વારા આશાએ પોતાની ગાયિકીની એક અમિટ છાપ છોડી. લગભગ 1000 ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચૂકી આ નામાંકિત ગાયિકાએ ગૈર ફિલ્મી સંગીતમાં પણ સફળતાની ટોચ પર રહી.

આશાએ કહ્યુ કે રેડિયો, ટીવી બધા પર રિયાલિટી શોની બોલબાલા છે, કારણ કે તેમાં પૈસો દેખાય છે. ગૈર ફિલ્મી સંગીતને કોઈ નથી પૂછતુ પહેલા ચેનલો પર ટોપ ટેન પણ આવતુ હતુ જે બંધ થઈ ગયુ. મારો આલબમ 'આશા એંડ ફ્રેંડસ'ની કંપની એટલા ઓછા રેકોર્ડ બનાવ્યા કે બજારમાં જોવા પણ ન મળ્યા. આ આલબમમાં તેમણે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર બ્રેટ લી, સંજય દત્ત અને ઉર્માલા માતોડકરની સાથે ગીત ગાયુ હતુ. બ્રેટ લીની સાથે ફરી ગાવાની ઈચ્છા ધરાવનારી આશાએ કહ્યુ કે તે સચિન તેંડુલકરને પણ પોતાની સાથે ગીત ગાતો જોવા માંગે છે.

ફિલ્મી સંગીતને ઠીક-ઠીક બતાવતા તેણે કહ્યુ કે હજુ પણ કેટલીકવાર સારા ગીતો સાંભળવા મળે છે. વર્તમાન સમયનુ 'સાંવરિયા' ફિલ્મનુ જબ સે તેરે નૈના તેમની પસંદગીનુ ગીત છે.

આશાએ તાજેતરમાં મણિરત્નમની બહુ ચર્ચિત ફિલ્મ 'રાવણ' માટે ગીત રેકોર્ડ કર્યુ છે. આશાનુ કહેવુ છે કે તેણે ફિલ્મમાં ગાવુ ઓછુ કરી નાખ્યુ છે કારણ કે તેના મનને જે નથી ગમતું એ કામ એ નથી કરવા માંગતી. તેને વિશ્વ ટૂર અને સ્ટેજ શો કરવા વધુ ગમે છે કારણ કે એના દ્વારા તે શ્રોતાઓ સાથે સીધા સંપર્કમાં આવી શકે છે. આ ઉપરાંત તે પોતાના રેસ્ટોરંટનુ કામ પણ જુએ છે. આશાના દુબઈ, કુવૈત અને બર્મિઘમમાં રેસ્ટોરંટ છે, જેમા રસોઈ અને સજાવટની જવાબદારી તે પોતે ઉઠાવે છે.

આશા પોતાનો જન્મ દિવસ બાળકો સાથે રહીને વિતાવે છે.

આશાના કેટલાક જાણીતા ગીત આ મુજબના છે.

* ઐ ગમે દિલ ક્યા કરૂઁ : ઠોકર
* ચલો ચલેં માઁ, સપનોં કે ગાઁવ મેં : જાગૃતિ
* છુન-છુન ઘુઁઘરૂ બોલે : ફાગુન
* કોઈ આયા ધડ઼કન કહતી હૈ : લાજવંતી
* બેકસી હદ સે જબ ગુજર જાએ : કલ્પના
* સચ હુએ સપને તેરે : કાલા બાજાર
* ભઁવરા બડ઼ા નાદાન હૈ : સાહિબ, બીબી ઔર ગુલામ
* ઓ પંછી પ્યારે : બંદિની
* બલમા ખુલી હવા મેં : કશ્મીર કી કલી
* દિલ લગાકર હમ યે સમઝે : જિંદગી ઔર મૌત
* જબ ચલી ઠંડી હવા : દો બદન
* વો હઁસ કે મિલે હમસે : બહારેં ફિર ભી આએઁગી
* યે હૈ રેશમી જુલ્ફોં કા અંધેરા : મેરે સનમ
* જાઇએ આપ કહાઁ : મેરે સનમ
* રાત અકેલી હૈ : જ્વેલ થીફ
* દમ મારો દમ : હરે રામા હરે કૃષ્ણા
* દુનિયા મેં : અપના દેશ
* પરદે મેં રહને દો : શિકાર
* ઝુમકા ગિરા રે : મેરા સાયા
* ચુરા લિયા હૈ : યાદોં કી બારાત
* જાને જાં, ઢૂઁઢતા ફિર રહા : જવાની-દીવાની
* તોરા મન દર્પણ : કાજલ
* આઓ હુજૂર તુમકો સિતારોં પે લે ચલૂઁ : કિસ્મત
* દિલ ચીજ ક્યા હૈ આપ મેરી : ઉમરાવ જાન
* યે ક્યા જગહ હૈ દોસ્તોં : ઉમરાવ જાન
* મેરા કુછ સામાન : ઇજાજત
* ખાલી શામ હાથ આઈ હૈ : ઇજાજત
* પિયા તૂ અબ તો આજા : કારવાઁ
* ઓ હસીના જુલ્ફોં વાલી : તીસરી મંજિલ
* ઓ મેરે સોના રે : તીસરી મંજિલ
* યે મેરા દિલ : ડૉન
* હો જા રંગીલા રે : રંગીલા
* મુઝે રંગ દે : તક્ષક
* કમબખ્ત ઇશ્ક : પ્યાર તૂને ક્યા કિયા
* રાધા કૈસે ન જલે : લગાન
About Writer
વેબ દુનિયા