શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By શ્રુતિ અગ્રવાલ|

નિ:સંતાન દંપતિને સંતાન આપતું મંદિર

માનતા પૂરી થયા પછી દંપતિ ચઢાવે છે નારિયળનું તોરણ

W.D

બાળક ભગવાનની સૌથી સુંદર ભેટ છે. એક દંપતિના જીવનમાં સૌથી સુંદર તે પળ હોય છે જ્યારે એક મીઠી કીલકારી તેમના આંગણામાં ગૂંજે છે. એવું પણ મનાય છે કે સંસારનું સૌથી મોટુ સુખ સંતાન સુખ જ છે. આ સુખથી વંચિત રહેનારા લોકોની મનોદશાને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતી.

નિ:સંતાન દંપતિ આ સુખને મેળવવા દરેક પ્રકારની કોશિશો કરે છે. કદી તેઓ ભગવાનના દરવાજે માથુ નમાવે છે, તો કદી દવાખાનાના ચક્કર લગાવે છે તો કદી ટોના-ટોટકા કે બાવાઓના ચક્કરમાં ફસાય જાય છે. આસ્થા અને અંધવિશ્વાસની કડીમાં આ વખતે અમે તમને બતાવી રહ્યા છે ઈંદોરમાં આવેલી કાલરાત્રિ માઁ નું મંદિર. આ મંદિરમાં લોકોની અતૂટ શ્રધ્ધા છે. લોકોનું માનવુ છે કે મંદિરમાં એક વાર ખોળો ભરાવી લીધા પછી તેમના આંગણામાં કિલકારીઓ જરૂર ગૂંજી ઉઠે છે. કારણકે આ મંદિર કાલરાત્રિ માઁ નું સ્થાન છે, તેથી અહીં મંગળવારની રાતે વિશેષ પૂજા-અર્ચના થાય છે.
ફોટોગેલેરી માટે અહીં ક્લિક કરો...
W.D

આ જાણ્યા પછી અમે મંગળવારે રાતે દસ વાગે જઈ પહોંચ્યા માઁ ના દરવાજે. અહીં શ્રધ્ધાળુઓની ભીડ જામી હતી. આ લોકો સાથે વાત કરતા ખબર પડી કે કેટલાક લોકો અહીં માનતા માનવા આવ્યા હતા તો કેટલાક લોકો એવા હતા જેમનો ખોળો ભરાય ગયો હતો. તેઓ પોતાના નવજાત બાળકો સાથે માઁ ના આશીર્વાદ લેવા આવ્યા હતા.

એવુ જ એક દંપતિ સંજય આંબરિયા એ 'વેબદુનિયા'ને જણાવ્યુ કે લગ્નના દસ વર્ષ સુધી તેમની પત્નીનો ખોળો ખાલી રહ્યો હતો. મુંબઈમાં એક મિત્રએ આ મંદિરની જાણકારી આપી. તેઓ તરત જ અહીં આવ્યા અને માનતા માની. માનતા માન્યાના થોડા દિવસો પછી જ તેમની પત્નીનો ખોળો ભરાઈ ગયો. હવે તેઓ પોતાની પત્ની અને બાળકી સાથે પોતાની માનતા પૂરી કરવ અહીં આવ્યા છે.
W.D

અહીં માનતા માંગવાની રીતે એકદમ અનોખી છે. સૌથી પહેલા ભક્ત માઁને ત્રણ નારિયળ ચઢાવીને ખોળો ભરાવાની પ્રાર્થના કરે છે. મંદિરના પુજારી ભક્તના ગળામાં બંધન બાંધવા માટે મૌલીનો દોરો આપે છે. ભક્તએ પાંચ અઠવાડિયા સુધી આ દોરાને ગળામાં બાંધવો પડે છે. જો ઈચ્છા પૂરી થઈ ગઈ તો નિયમ અનુસાર પાઁચ નારિયળોનું તોરણ અહીંના ઝાડ પર બાંધવાનુ હોય છે. સંજય આંબરિયા અહીં તોરણ બાંધવા મંદિરમાં આવ્યા હતા.

સંજય આંબરિયાની જેમ ઘણા ભક્તો જેમની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી, તેઓ અહીં તોરણ બંધાવી રહ્યા હતા. મંદિરમાં લાગેલા ઝાડ પર સંખ્યાબંધ તોરણ બાંધેલા હતા.

અમે શ્રધ્ધાળુઓ જોડે વાત કરી રહ્યા હતા ત્યારે મંદિરના પૂજારી પૂરણસિંહ પરમાર ત્યાં આવી પહોંચ્યા. તેમણે અમને જણાવ્યુ કે આ મંદિર કાલરાત્રિ માઁ નું મંદિર છે, તેથી અહી રાતે જ પૂજા થાય છે. પૂરણ સિંહનો દાવો છે કે માઁના દરવાજે સાચા દિલથી માંગેલી ઈચ્છા કદી ખાલી જતી નથી. આ દરમિયાન આરતીનો સમય થઈ ગયો અને પૂરણસિંહ આરતીમાં બેસી ગયા. આરતીના સમયે તેમણે મૌલી(બંધન દોરો)ની પણ પૂજા કરી. અમને જણાવવામાં આવ્યુ કે આ મૌલી માનતા માંગનારના ગળામાં પાંચ અઠવાડિયા સુધી બાંધવામાં આવશે. આરતી દરમિયાન કેટલાક ભક્તો ઝૂમવા લાગ્યા. સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયુ. આરતી પછી પુજારીએ ત્યાં આવેલી મહિલાઓનો ખોળો ભરવો શરૂ કર્યો. આ મહિલાઓના ખોળામાં નારિયળ નાખવામાં આવ્યુ. એક પછી એક લાઈનથી કેટલીય મહિલાઓએ પોતાનો ખોળો ભરાવ્યો. બધાને વિશ્વાસ હતો કે જલ્દી તેમના આંગણામાં કિલકારી ગૂંજશે.
W.D

સંતાનની આશામાં અહીં આવેલી વિમલા સેંગરે અમને જણાવ્યુ કે તેમને પૂરો વિશ્વાસ છે કે જલ્દી તેમના ખોળામાં પણ બાળક રમશે. આ મંદિરની ખાસ વાત એ પણ છે કે જો ભક્તના ઘરે છોકરીનો જન્મ થયો તો તેને દુર્ગામાઁનો અંશ માનવામાં આવે છે. આવામાં ભક્ત પુત્ર કરતા પુત્રીની આશા રાખે છે. પુત્રીનો જન્મ થતાં ખુશીઓ મનાવે છે. અહીં આવનારા ભક્તોનું માનવુ છે કે અહીં ફક્ત ખાલી ખોળા જ નથી ભરાતા પણ તમે જે પણ માંગો તે જરૂર મળી જાય છે. તમે આ અંગે શુ વિચારો છો અમને જરૂર જણાવો.