શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

સાઈ બાબાની સવારી

W.D
તમે સાઈબાબાનાં ઘણાં બધા ચમત્કાર જોયા હશે અને સાંભળ્યા પણ હશે પરંતુ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે સાઈબાબા કોઈના શરીરમાં આવીને લોકોના દુ:ખ દુર કરતાં હોય. નથી સાંભળ્યું ને! અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે કોઈ માતા જ શરીરની અંદર આવે છે પર્‍ંતુ આ વાત તો ભાગ્યે જ સાંભળી હશે કે સાઈબાબા કોઈના શરીરમાં આવીને લોકોની સમસ્યા દૂર કરતાં હોય અને તે પણ એક મહિલાના શરીરમાં આવીને.

આસ્થા અને અંધવિશ્વાસની કડીમાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ દેવાસના સાઈ મંદિરમાં. જ્યાં એક મહિલાને સાઈબાબાનો પવન આવે છે. સાઈ મંદિરની પુજારણ ઈંદુમતિની વહુ આશા તુરકણે છેલ્લાં 15 વર્ષથી બાબાના માધ્યમ દ્બારા લોકોની સમસ્યાનું સમાધાન કરે છે.

દરેક ગુરૂવારની રાત્રે જ્યારે આશાજીના શરીરમાં સાઈબાબા આવે છે ત્યારે તેમનો અવાજ પુરૂષ જેવો થઈ જાય છે. આ દરમિયાન તે સિગરેટ પીવે છે અને પુરૂષો જેવો વ્યવહાર કરવા લાગી જાય છે. ત્યાર બાદ એક પછી એક દરેક ભક્તની સમસ્યાનું સમાધાન કરે છે અને તે વખતે ભક્તો તેમની વાતો ધ્યાનથી સાંભળે છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

અહીંયા આવેલ એક ભક્ત રઘુવીર પ્રસાદે જણાવ્યું કે મારો બાબા પર સંપુર્ણ વિશ્વાસ છે. બાબાની કોઈ પણ ગમે તે રૂપે આરાધના કરે તો બાબા તેના દુ:ખ દૂર કરે છે. માલિક તો બધાનો એક જ છે જે કોઈ અહીંયા ભક્તિભાવથી આવે છે તેની માનતા પૂર્ણ થાય છે. બાબામાં સંપુર્ણ વિશ્વાસ હોવો જરૂરી છે. હુ 2005માં એક વખત સાઈકલ દ્વારા બાબાના દરબારમાં ગયો હતો. બાબાનો ઘણો મોટો ચમત્કાર છે.

W.D
એક અન્ય શ્રદ્ધાળુએ કહ્યું કે હુ અહીંયા છેલ્લા 10 વર્ષથી આવુ છુ. આ તો ભગવાનનું મંદિર છે. અહીંયા તો જે કોઈ આવે છે તેને શાંતિ જ મળે છે. આ એક પ્રકારનું સત્ય જ છે કે લોકોને અહીંયા કઈક તો મળતું જ હશે ત્યારે જ તો લોકો શ્રદ્ધાપુર્વક અહીયા આવે છે. બાબાના મંદિરમાં આવવાથી શાંતિ મળે છે. લોકોનો તેમની અંદર સંપુર્ણ વિશ્વાસ છે.

સાઈબાબાએ ભાઈચારો, સાંપ્રદાયિક સદભાવ અને માનવસેવા માટે મહાન કાર્યો કરીને લોકોની સામે એક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું કે કેવી રીતે શ્રદ્ધા અને સબુરીની સાથે જીવનના દુ:ખો સામે લડી શકાય. આના માટે માલિક પર વિશ્વાસ સિવાય કોઈના પર આંગણે જવાની જરૂર નથી પરંતુ શું હકીકતમાં કોઈના શરીરમાં કોઈ દેવી દેવતા કે સાઈબાબા આવી શકે છે કે પછી આ એકદમ અંધવિશ્વાસ જ છે. તમે આને શું કહેશો? તો આ વિશેના તમારા મંતવ્યો અમને જરૂર જણાવશો.