ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

એક ગામ જ્યાં છે વાંદરાનુ મંદિર

વાંદરાને હનુમાનનો અવતાર માનીએ છીએ તે વાત તો તમે સાંભળી જ હશે પરંતુ શું તમે કદી સાંભળ્યું છે કે કોઈ વાંદરો મર્યા બાદ કોઈ વ્યક્તિના સપનામાં આવીને કહે કે મારા અંતિમ સંસ્કાર કરવાથી તારા બધા જ દુ:ખ દૂર થઈ જશે. ખરેખર તમને આ વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો ને ! પરંતુ આ વાત સાચી છે.

આ ઘટના પર નજર નાંખવા માટે આવો અમે તમને લઈ જઈએ છીએ મધ્ય પ્રદેશના રતલામ જીલ્લાની અંદર બરસી ગામમાં. આલોટ વિકાસખંડના આ નાના ગામડાની વસ્તઆશરે 500 લોકોની છે. આ ગામની અંદર પાછલા વર્ષે દિવાળી દરમિયાન એક વાંદરાને કુતરાએ મારી નાંખ્યો હતો. ગામવાળાઓએ આ વાંદરાને હનુમાનનો અવતાર માનીને તેની શવયાત્રા કાઢીને તેને જમીનમાં દાટી દિધો હતો.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

ત્યાર બાદ એક વર્ષ પુર્ણ થયા પછી આ વાંદરો ગામના સરપંચના સપનામાં આવ્યો અને તેને કહ્યું કે મારૂ વિધી પૂર્વક ક્રિયા-કર્મ કરવાથી તારા બધા જ દુ:ખ દુર થઈ જશે. ગામના બિમાર પશુઓ ફરીથી સ્વસ્થ થઈ જશે અને ગામની અંદર સારો વરસાદ થશે તેમજ ઘર-ઘરમાં ખુશીનું વાતવરણ છવાઈ જશે.

સપનામાં આવીને વાંદરાએ કહેલી આ વાતને સરપંચ શંકર સિંહે આખા ગામવાળાઓને કરી. આ વાતને સાચી કરાવવા માટે ગામના બધા જ લોકો પાસેના ગામની અંદર આવેલ નાગદેવતાના ઓટલા પર ગયાં. ત્યાં કોઈને નાગદેવતાનો પવન આવ્યો અને તેમને કહ્યું કે વાંદરાની વાત સાચી છે. તમે તેનું ક્રિયા-કાંડ કરો.

W.D
બધા જ ગામવાળાઓએ ભેગા થઈને જનસહયોગથી વાંદરાનું ક્રિયા-કાંડ કર્યું. જેની અંદર 15 ગામના લોકોને બરસી ગામમાં ભોજન માટે નિમંત્રણ અપાયું. જેના માટે દરેક ઘરમાંથી પાંચ-પાંચ કિલો અનાજ ભેગુ કરાયું હતું. રાત્રે ગામની અંદર રામાયણનો અખંડ પાઠ રાખવામાં આવ્યો હતો. જેની અંદર બધા જ ગામલોકોએ ભાગ લીધો હતો. વાંદરાના ક્રિયા-કાંડની બાકીની વિધિ ઉજ્જૈન નદીના ક્ષીપ્રા નદીના કિનારે પુર્ણ કરવામાં આવી.

આ કાર્યક્રમના બે દિવસ બાદ ગામની અંદર વરસાદ થયો અને ખેતરોમાં પાક લહેરાવા લાગ્યો. બરસી ગામની આ ઘટનાને આપણે આસ્થા કહી શકીએ કે અંધવિશ્વાસ? શું સપનામાં આવેલ વાંદરો સાચે જ હનુમાનનો અવતાર હતો કે આ ગામવાળાઓની અંધશ્રદ્ધા છે? આ વિશે સ્પષ્ટ રીતે કઈ કહી શકાય તેમ નથી.

તો આસ્થા અને અંધવિશ્વાસની આ ઘટના તમને કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો...