શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 4 મે 2020 (17:37 IST)

સુરતમાં પરપ્રાંતિય મજૂરોએ વાહનોમાં તોડફોડ કરી, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

સુરતમાં કડોદરા રોડના વરેલી ગામ પાસે પરપ્રાંતિય મજૂરોએ વતન જવાની જીદ સાથે વાહનોમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, પથ્થરમારો થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતૂ. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું અંદાજે 3000ની વસ્તી ધરાવતા દિહેણ ગામમાં 4 કેસ નોંધાતા માસ ક્વોરન્ટીન કરાયું છે. પોઝિટિવ વિનોદ સુરતીના સંપર્કમાં આવેલ તેના પરિવારજનોના સેમ્પલો તપાસમાં મોકલતા તે પૈકી તેની દિવાળીબેન લલ્લુભાઈ સુરતી ઉ.વ 65 અને ભાણેજ યશ કનુભાઈ પરમાર ઉ.વ 17માં કોરોનાનો  ચેપ લાગ્યો છે. દિહેણ ગામે કોરોના પોઝીટીવના 3દિવસમાં 4કેસ નોંધાયા છે.