ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. સુરત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (15:31 IST)

પત્ની સાથે મિત્રના સંબંધની શંકાએ ખૂની ખેલ

Surat Crime News-  શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરમાં હત્યાની ઘટના બની હતી. પત્ની સાથે આડાસબંધની શંકા રાખી પતિ અને પુત્રે જ મિત્રની હત્યા કરી હતી. સરથાણા પોલીસે હત્યારા પિતા અને પુત્રને ઝડપી પાડ્યો હતો.સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ હત્યાની ઘટનાઓ બનતી રહે છે. તેવી જ રીતે સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરમાં હત્યાની ઘટના બની હતી. જેમાં મિત્ર રાજુ સાહુની તેના જ મિત્ર હોશિયાર સાહનાએ હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા હતો. હોશિયારને વહેમ હતો કે તેની પત્ની સાથે રાજુના આડાસબંધ છે. આવો વહેમ રાખી રાજુને તેમના ઘરે રાત્રીના સમયે બોલાવ્યો હતો. 
 
રાજુ અને હોશિયાર બને મિત્ર હતા. જોકે, પત્ની સાથે આડાસબંધ હોવાથી શંકાએ હોશિયાર રોષે ભરાયો હતો અને વાતચીત માટે રાજુને ઘરે બોલાવ્યો હતો
આડાસબંધને લઈને તેની સાથે વાત કરવા માંગતો  હતો. વાત શરૂ થતા જ રાત્રીના સમયે વાતચીત ઉગ્ર બની હતી અને હોશિયાર અને તેના પુત્રએ મળી રાજુને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ત્યાર બાદ હોશિયાર અને તેનો પુત્ર ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ મકાન માલિક દ્વારા રાજુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજુનું મોત થતાં સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતા-પુત્રને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી.   પોલીસને બાતમી મળી હતી કે હત્યારા પિતા-પુત્ર સુરતના લસકાણા સ્થિત ડાયમંડનગરમાં છુપાયા છે. જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈ તપાસ કરતાં બંને પિતા-પુત્ર ઝડપાયા હતા. જેથી જુવેનાઈલ પુત્ર અને પિતા હોશિયાર સાહનાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી