1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (16:16 IST)

સુરતમાં જવાનનું હાર્ટ એટેકથી નિધન

lack of sleep effects on heart
Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન સુરતમાં 58 વર્ષીય RAF જવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.
 
સુરત: RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન, લિંબાયતમાં પેટ્રોલિંગ સમયે જ રસ્તા પર ઢળી પડ્યા જવાન, સારવાર અર્થે જવાનને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા, સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા, 58 વર્ષીય ધરમપાલ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા,  
 
સુરતમાં પેટ્રોલિંગ કરતા સમયે RAF જવાનને હાર્ટ એટેક આવતા રસ્તા ઉપર ઢળી પડ્યા. આ દરમિયાન સુરતમાં 58 વર્ષીય RAF જવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.
 
ઘટના વિશે વાત કરવામાં આવે તો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને અત્યારે સુરતની અંદર સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવી રહેલા, ધર્મપાલ જેની ઉંમર 58 વર્ષ છે અને લિંબાયત વિસ્તારની અંદર તેઓ પેટ્રોલિંગ કરતા હતા. અને અચાનક જ તેઓ પેટ્રોલિંગ કરતા કરતા તેઓ ઢળી પડ્યા હતા. સારવાર અર્થે જવાનને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા, સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા, 58 વર્ષીય ધરમપાલ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.