રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (11:41 IST)

વિરાટ માટે સુરતમાં બન્યું રિયલ ડાયમંડનું બેટ

social media
ભારતમાં ક્રિકેટની દીવાનગી આસમાને છે. લોકો ક્રિકેટને ધર્મ માને છે અને ક્રિકેટરને ભગવાનનું બિરુદ આપે છે. ક્રિકેટ રસિકો પોતાની ક્રિકેટ પત્યેની દીવાનગી અલગ અલગ રીતે વ્યક્ત કરતા આવ્યા છે. ત્યારે સુરતના એક ક્રિકેટ રસિકે તો પોતાનો ક્રિકેટ પ્રેમ દર્શાવવા રિયલ ડાયમંડનું બેટ જ તૈયાર કરાવડાવી દીધુ છે.
 
આખા વિશ્વમાં હીરાની ચમક માટે સુરત જાણીતો છે તે જ રીતે હાલના દિવસોમાં જ્યારે ક્રિકેટની વાત કરવામાં આવે તો સ્ટાર ક્રિકેટર તરીકે વિશ્વભરમાં વિરાટ કોહલીએ પોતાની અલગ છવી બનાવી છે. વિરાટ કોહલીના ચાહકો તેમની માટે કંઈક પણ કરવા માટે તૈયાર હોય છે. સુરતમાં તેમના એક એવા ચાહકે તેમની માટે રિયલ હીરામાંથી બેટ તૈયાર કરાવ્યું છે.