શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

વેલેંટાઈન સ્પેશ્યલ કેક

P.R
સામગ્રી - અઢી કપ મેંદો, 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર, 2 ટેબલસ્પૂન કોકો પાવડર, 1/2 બટર, દોઢ કપ ખાંડ, 2 ઈંડા, 1 ટેબલસ્પૂન વેનીલા એક્સટેક્ટ, 1 કપ છાશ, 1 ટેબલસ્પૂન બેકિંગ સોડા, 1 ટેબલસ્પૂન વિનેગર, એક ચપટી મીઠું, 2 નાની બોટલ લાલ રંગનો ફૂડ કલર.

બનાવવાની રીત : એક વાટકામાં બેકિંગ પાવડર અને મીઠું મિક્સ કરીને મૂકો. હવે બીજા વાટકામાં ફૂડ કલર અને કોકો પાવડરને એકસાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. બીજી તરફ બ્લેન્ડરની મદદથી બટર અને ખાંડને સારી રીતે ફેંટો અને તેમાં ઈંડું, વેનિલા, રેડ કોકો પેસ્ટને સારી રીતે મિક્સ કરી લો. હવે તમે જે પહેલા વાટકામાં મેંદો અને બેકિંગ પાવડર મિક્સ કરી રાખ્યો હતો તેમાં બટરવાળું મિશ્રણ ભેળવી દો અને તેની સાથે છાશ પણ મિક્સ કરી બરાબર ફેંટો. તો બીજી તરફ એક બીજા વાટકામાં બેકિંગ સોડા અને વિનેગર મિક્સ કરી ઉપરના કેકના મિશ્રણમાં નાંખી દો. હવે ઓવનને 350 ડિગ્રી ફેરનહીટના તાપમાને ગરમ કરી લો. મફિન ટિનમાં કેકનું મિશ્રણ નાંખી ત્યાંસુધી બેક કરો જ્યાંસુધી તેમાં નાંખેલી ટૂથપીક પર કેક ચોંટવાનું બંધ કરે. ત્યારપછી મફિન ટીનમાંથી કપકેક બહાર કાઢી તેના પર મનપસંદ આઇસિંગ કરો