આમંડ મારિયા કેક

નઇ દુનિયા|
N.D
સામગ્રી - બદામ(કતરેલી) 100 ગ્રામ, માખણ(ઓગાળેલુ)125 ગ્રામ, બેકિંગ સોડા 1/4 ચમચી, મેદો 275 ગ્રામ, પાણી 35 મિલી, પાણી 35 મિલી., ક્રીમ 1 મોટી ચમચી, ખાંડ 275 રામ, બેકિંગ પાવડર 1 ચમચી.

બનાવવાની રીત - ખાંડ અને પાણીને એક સોસ પેનમાં નાખો. ધીમા તાપ પર ચઢાવો અને ત્રણ તારની ચાસણી બનાવો. ચાસણીમાં માખણ નાખો અને સારી રીતે મિક્સ કરી લો. મેંદો, બેકિંગ પાવડર અને સોડાને ચાળીને ચાસણીમાં મિક્સ કરી એકસાર કરો. ક્રીમ પણ ફેંટીને મિક્સ કરી દો. હવે બદામ નાખીને ઘી લાગેલા કેક પોટમાં નાખી દો અને 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 30 મિનિટ સુધી બેક કરી લો. ઠંડુ થયા પછી ઉપર ક્રીમથી ડેકોરેટ કરી સર્વ કરો.


આ પણ વાંચો :