ઓરેંજ ફ્રોસ્ટિંગ કેક

નઇ દુનિયા|
N.D
સામગ્રી - આઈસિંગ શુગર 300 ગ્રામ, ડબલ ક્રીમ સવા કપ, કૈસ્ટર શુગર 1 કપ, ક્રીમ 2 મોટી ચમચી, મેદો 1 કપ, બેકિંગ પાવડર 1 ચમચી, કોકો પાવડર 1 કપ, માખણ(ઓગાળેલુ) 1 મોટી ચમચી, સંતરાનો રસ 2 મોટી ચમચી, સંતરાનુ એસેંસ 1 ચમચી, ચોકલેઅના પાતળા ટુકડા 2 મોટી ચમચી.

બનાવવાની રીત - ક્રીમ અને ખાંડ મિક્સ કરો. પછી ડબલ ક્રીમ નાખીને ખૂબ ફેંટો. મેદો, બેકિંગ પાવડર અને અડધો કપ કોકો ચાળીને ક્રીમના મિશ્રણમાં નાખો અને મેદાને ખૂબ ફેટો. પછી ઘી લાગેલા કેક પૉટમાં સેટ કરીને 180 ડિગ્રી સેંટ્રીગ્રેડ પર 45-50 મિનિટ બેક કરી લો.
બેક્ડ કેકને 10 મિનિટ ઓવનમાં રહેવા દો. પછી વાયર રૈક પર મુકીને ઠંડો થવા દો. આઈસિંગ શુગર અને અડધો કપ કોકોને એક ગ્લાસમાં ચાળો અને માખણ-એસેંસ અને સંતરાનો રસ નાખીને મિક્સ કરો. કેકને સર્વિગ પ્લેટમા મુકો. આખા કેક પર આઈસિંગ શુગરની પરત બીછાવી દો. ઉપરથી ચોકલેટના ચપટા ટુકડાંઓથી સજાવી દો.


આ પણ વાંચો :