કુલ કુલ બદામની કુલ્ફી

P.R
સામગ્રી:
1 કપ બદામ (ગ્રાઈન્ડ કરેલી)
1 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
1 કપ વ્હિપ કરેલું ક્રિમ
1/4 ટીસ્પૂન ઈલાયચીનો પાવડર
1/2 કપ પિસ્તા (ઝીણા સમારેલા)
1 ચપટી કેસર

બનાવવાની રીત: - એક મોટા બાઉલમાં પિસ્તા અને કેસર સિવાયની બધી જ સામગ્રીને મિક્સ કરી લો.
- આ મિશ્રણને 2-5 મિનીટ સુધી નરમ બનાવવા માટે ફેંટી લો.
- આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં રેડો.
- તેના પર પિસ્તા અને કેસર ભભરાવો.
- કુલ્ફીના મોલ્ડને 8થી 10 કલાક માટે ફ્રિઝરમાં મૂકીને ઠંડી થવા દો.
- તૈયાર છે ઠંડી ઠંડી કૂલ કૂલ બદામ કુલ્ફી

આ પણ વાંચો :