કોલ્ડ મેંગો ખીર

વેબ દુનિયા|

ND
N.D
સામગ્રી: 1 લીટર દૂધ, 500 ગ્રામ કેરી, 200 ગ્રામ ખાંડ, 1 ચમચી કસ્ટર્ડ પાવડર, કતરેલા સુકા માવા, ઈલાયચી પાવડર અને કેસર.

વિધિ: દૂધની અંદર કેસર નાંખીને ઉકળવા દો. કેરીને છોલીને તેના નાના નાના ટુકડા કરી લો. જ્યારે દૂધ સારી રીતે ઉકળીને ગાઢુ થઈ જાય ત્યારે તેની અંદર કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધની અંદર ઓગાળીને ભેળવી દો અને ખાંડ નાંખી દો. એક બે ઉભરા આવી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી દો અને ઠંડુ થવા માટે મુકી દો.

જ્યારે દૂધ ઠંડુ થઈ જાય ત્યારે કેરીના ટુકડા નાંખીને ફ્રીઝની અંદર ઠંડુ થવા માટે મુકી દો. દૂધ ચીલ્ડ થઈ જાય એટલે તેની અંદર કતરેલા માવા, કેસર અને ઈલાયચી નાંખીને સર્વ કરો.


આ પણ વાંચો :