ક્રીમી કસ્ટર્ડ કુલ્ફી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - દૂધ 1/2 લીટર, કસ્ટર્ડ પાવડર 3 ટેબલ સ્પૂન, ફેંટેલી ક્રીમ 50 ગ્રામ, ખાંડ 5-6 ટેબલ સ્પૂન, લીંબૂનો રસ 1/2 ટી સ્પૂન.

બનાવવાની રીત - દૂધ અને ખાંડને ધીમા તાપ પર ઉકળવા દો. 1/4 પ્યાલા દૂધમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરો. 10 મિનિટ સુધી દૂધ ઉકળવા દો પછી કસ્ટર્ડનુ મિશ્રણ નાખો. 2-3 મિનિટ સુધી ઉકળવા દો. થોડુ ઠંડુ થતા ફેંટેલી ક્રીમ અને લીંબૂનો રસ નાખીને મિક્સ કરો. હવે કુલ્ફીના સાંચામાં ભરીને ફ્રીજરમાં જમાવવા મુકી દો.


આ પણ વાંચો :