ગ્રેપ્સ શાયની

વેબ દુનિયા|

N.D
સામગ્રી - દૂધ 2 કપ, ક્રીમ 1 કપ, લીલી દ્રાક્ષ 250 ગ્રામ, કોર્નફ્લોર 1 નાની ચમચી, ખાંડ 1 મોટી ચમચી, વેનિલા એસેંસ.

બનાવવાની રીત - કોર્નફ્લોરને 1/4 કપ દૂધમાં ઓગાળો. બાકીના દૂધને ઉકળવા મૂકો. જ્યારે દૂધનુ પ્રમાણ અડધુ રહી જાય તો ખાંડ મિક્સ કરી દો, સાથે જ કોર્નફ્લોરનુ મિશ્રણ પણ થોડીવાર સુધી હલાવતા રહો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો, ઠંડુ થતા તેમા અડધી ક્રીમ નાખીને સારી રીતે હલાવો. બાકીની ક્રીમને બરફ પર મૂકીને ફેંટો જેથી ઘટ્ટ ન થઈ જાય. હવે એક બાઉલમાં તૈયાર મિશ્રણ નાખો. ઉપરથી ફેટેલી ઘટ્ટ ક્રિમનુ પડ લગાવો. કાપેલી દ્રાક્ષથી સજાવીને ઠંડી કરીને સર્વ કરો.


આ પણ વાંચો :