ચોકલેટી ઘૂઘરા

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ મેંદો, 150 ગ્રામ દળેલી ખાંડ, 50 ગ્રામ ઘી, 1 કપ મસળેલો માવો, 1 ટેબલ સ્પૂન કોકો પાવડર, 50 ગ્રામ ચોકલેટ ચિપ્સ, થોડુ એસેંસ, તળવા માટે ઘી, પીરસવા માટે 1/2 કપ ચોકલેટ સોસ.

બનાવવાની રીત - મેંદામાં ઘી નુ મોણ નાખીને પાણીની મદદથી સખત લોટ બાંધી લો. એક કડાહીમાં માવો સેકી લો. ઠંડો થયા પછી તેમા કોકો પાવડર, દળેલી ખાંડ, બદામ એસેંસ, અને નાખીને ભરવાનો માવો તૈયાર કરો. ગૂંથેલા મેંદાનો લૂઓ બનાવો. દરેક લોઈ પાતળી વણો. તેના પર ચોકલેટ માવો ભરીને ઘૂઘરાનો આકાર આપી દો. તેને ગરમ ઘી માં ગુલાબી તળી લો. લો તૈયાર છે ચોકલેટ ઘૂઘરા. આને ચોકલેટ સોસથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :