1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

તલની ફિંગર્સ

N.D
સામગ્રી - 4-5 બ્રેડ સ્લાઈસ, 1 કપ બાફેલા બટાકા, 1 ટી સ્પૂન આદુ-લસણનું પેસ્ટ, સ્વાદમુજબ મીઠુ, વાટેલુ લાલ મરચું, 50 ગ્રામ તલ, 1 કપ મેંદો, 1/2 કપ બ્રેડનો ચૂરો, તળવા માટે તેલ, ચિલી સોસ અથવા ટામેટા કેચપ

બનાવવાની રીત - મેંદામાં પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરું બનાવો. બટાકામાં આદુ, લસણ, મીઠું-મરચું મિક્સ કરીને તેને બ્રેડની સ્લાઈસ પર એક તરફ લગાવો. બ્રેડના ચૂરામાં તલ મિક્સ કરો. હવે દરેક બ્રેડ સ્લાઈસને ત્રણ લાંબી સ્ટ્રિપ્સમાં કાપો. તેને મેદાના ઘોલમાં ડુબાવી કાઢી લો અને બ્રેડ તલના મિશ્રણમાં લપેટીને અરમ તેલમાં સોનેરી તળી લો. સ્વાદિષ્ટ સેસમી ફિગર્સને ટામેટા કૈચપ કે ચિલી સોસની સાથે ગરમાગરમ સર્વ કરો.