શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By

તલની વાનગી - ચોકલેટી તલ ચીકી

સામગ્રી: - ૧ કપ તલ - ૧ કપ છીણેલો ગોળ - ૨ ટી.સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર - ઘી થાળી ગ્રીસ કરવા માટે   
 
બનાવવાની  રીત:  સૌ પ્રથમ તલ ને શેકી લો. ત્યારબાદ એક નોન સ્ટીક કઢાઈમાં છીણેલો ગોળ નાખી ધીમે તાપે ઓગળવા દો,ગોળ ઓગળવા આવે એટલે તેમાં ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર નાખી હલાવી,પાયો થવા દો.વચ્ચે વચ્ચે ચેક કરતા રહો,પાયો થઇ જાય એટલે તેમાં તલ નાખી ગેસ બંધ કરી બરોબર હલાવી લો.પછી તરત જ તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુવા જેવું બનાવી વેલણનો મદદ થી પાતળી વણી લો.થોડી ગરમ હોય ત્યારે જ તવેથાથી ઉખાડી કપ કરી લો.