Pune: ત્રીજા માળની બિલ્ડિંગ પર લટકી 4 વર્ષની બાળકી, પડોશીઓની મદદથી ફાયરબિગ્રેડે બચાવ્યો જીવ
Maharashtra: Pune થી એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને કોઈપણ ખોફમાં આવી જાય... તેમા જોઈ શકો છો કે એક 4 વર્ષની બાળકી ત્રીજામાળની બારી થી નીચે લટકી રહી છે. બાળકીને જોઈને સોસાયટીના લોકો બૂમાબૂમ કરે છે ફાયર બ્રિગેડનો કર્મચારીએ તેનો જીવ બચાવ્યો.
જાણવા મળ્યુ છે કે આ બાળકીની મમ્મી તેને ઘરે એકલી છોડીને આસપાસ ક્યાક શાકભાજી લેવા ગઈ હતી. નસીબજોગે બારીમાંથી નીચે ડોકાતા લટકી પડેલી બાળકી પર સામેની બિલ્ડિંગમાં રહેતા પડોશીઓનુ ધ્યાન જતા તેમણે બૂમાબૂમ કરી અને આસપાસના લોકો દોડી આવ્યા. ફાયર બ્રિગેડમાં કાપ કરતા એક વ્યક્તિએ ત્વરિત દોડીને બાળકીનો હાથ પકડી લેતા બધાને હાશ થઈ. બાળકી જે બારીમાથી લટકી હતી તેના સળિયા પણ નાના હતા એટલે તેને ત્યાથી કાઢવી પણ ખૂબ મુસીબતનુ કામ હતુ. પણ ઘીરે ઘરી કરીને બાળકીને કાઢી લીધી. આજકાલના બાળકો ખૂબ અળવીતરા હોય છે. એકલા હોય તો શુ કરે કહેવાય નહી. એટલે બાળકોને ઘરે એકલા છોડી જતા પહેલા સો વાર વિચારી લેવુ.